કોરોના કાળમાં ઉમદા કામગીરી બદલ જામનગરમાં ખાનગી કંપનીએ પોલીકર્મીઓનું કર્યું સન્માન
કોરોના કાળમાં સમગ્ર જામનગર જિલ્લાના પોલીસ કર્મીઓએ ખડેપગે રહીને લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેનું ધ્યાનમાં રાખીને કાયદા અને નિયમોનું પાલન કરાવ્યું. આવા કોરોના વોરિયર્સને હવે જામનગરવાસીઓ પણ સન્માનિત કરી રહ્યાં છે.
Trending Photos
મુસ્તાક દલ, જામનગરઃ કોરોના કાળમાં સમગ્ર જામનગર જિલ્લાના પોલીસ કર્મીઓએ ખડેપગે રહીને લોકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેનું ધ્યાનમાં રાખીને કાયદા અને નિયમોનું પાલન કરાવ્યું. આવા કોરોના વોરિયર્સને હવે જામનગરવાસીઓ પણ સન્માનિત કરી રહ્યાં છે. કોરોનાકાળમાં 24 કલાક જાનના જોખમે ડ્યૂટી નિભાવતા પોલીસકર્મીઓને માસ્ક,સેનેટાઇઝર, તેમજ સેનેટાઇઝર મશીન સહિતની વસ્તુઓ વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ અને અન્ય સામાજિક કાર્યકરો તરફથી ભેટમાં આપવામાં આવી છે.
ખાનગી કંપની દ્વારા કોવિડ કીટ ડીવાયએસપીને અર્પણ કરાઈ:
આજ જામનગરમાં વિન્ડ વર્લ્ડ (ઇન્ડિયા)ના સાથ અને સહકારથી સામાજીક જવાબદારીના હેતુથી જામનગર પોલીસને કોરોનાના સહયોગ માટે માસ્ક, સેનીટાઇઝર, ઓટોમેટીક સેનીટાઇઝર, ડેસ્પેંસીંગ મશીન, સેનીટાઇઝર ડેસ્પેંસીગ ફુટ સ્ટેન્ડ વગેરે આપવામાં આવ્યુ છે. આ કોવિંડની બધી વસ્તુ જામનગર વિન્ડ વર્લ્ડ (ઇન્ડિયા) ના હેડ એડમીન & સેક્યુરીટી ઓફીસર રવિ કુમાર લામા, ઓપરેશન હેડ કાન્તીલાલ બારીયા અને સ્ક્વાડ્રન લીડર ( રીટાઇર્ડ) જે. એન. વર્મા તથા તેના સ્ટાફ દ્વારા જામનગર પોલીસને કોવિંડ નોડલ ઓફીસર જિગ્નેસ ચાવડા (ડી.વાય.એસ.પી.) પોલીસ હેડ ક્વાટર જામનગરને આપવામાં આવ્યું છે.
જ્યારે જરૂર પડશે ત્યારે પોલીસફોર્સને કરવામાં આવશે મદદ:
નોડલ ઓફીસર ડીવાયએસપી જિગ્નેસ ચાવડા વિન્ડ વર્લ્ડ (ઇન્ડિયા) લી. કંપનીએ કોરોનાની મહામારી સંક્રમણમાં કોવિંડ સામગ્રી સહયોગ કરવા બદલ આભાર વ્યકત જાહેર કર્યો છે. વિન્ડ વર્લ્ડ (ઇન્ડિયા) કંપનીના અધીકારીએ જણાવ્યુ કે આગળ પણ સહયોગ કરતા રહીશું.
પોલીસકર્મીઓનો ઉત્સાહ વધશે:
હાલ પણ રાત્રી કફર્યુમાં પોલીસકર્મીઓ ફરજ નિભાવી રહ્યા છે...જો કે કોવિડ હોસ્પિટલની સિક્યુરિટી હોય કે પછી ઓક્સિજન ટેક માટે પહેરો હોય પોલીસ જવાનો કોરોનાકાળમાં પરિવારની ચિંતા કર્યા વિના ફરજ નિભાવી રહ્યા છે..ત્યારે ખાનગી કંપની દ્વારા કોવિડ કીટ અર્પણ કરવામાં આવી છે જે પોલીસ કર્મીઓનો ઉત્સાહ વધારશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે