સુરતથી વતન જવા ઈચ્છતા રત્નકલાકારોને ભાડામાં મળી રાહત, હવે ચુકવવી પડશે આટલી રકમ

સુરતમાં પત્રકારો સાથે વાત કરતા આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીએ રત્નકલાકારોને વતન મોકલવા માટે ભાડાની જાહેરાત કરી હતી. આ માટે સિંગલ ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. 

 સુરતથી વતન જવા ઈચ્છતા રત્નકલાકારોને ભાડામાં મળી રાહત, હવે ચુકવવી પડશે આટલી રકમ

સુરતઃ દેશભરમાં લૉકડાઉન 3.0 લાગૂ કર્યાં બાદ તેમાં ઘણી છૂટછાટ આપવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સરકારે પણ સુરતમાં રહેતા રત્ન કલાકારોને સૌરાષ્ટ્ર તથા અન્ય જગ્યાએ મોકલવા માટે વ્યવસ્થા શરૂ કરી છે. આ માટે ઓનલાઇન નોંધણી પણ શરૂ થઈ છે. આજે ઓનલાઇન અરજી કરીને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ જિલ્લા કલેક્ટર મંજૂરી આપશે. તેમની મંજૂરી મળ્યા બાદ આવતીકાલથી બસોને રવાના કરવામાં આવશે. મહત્વનું છે કે, સુરતથી સૌરાષ્ટ્ર તથા અન્ય જગ્યાએ જવા માગતા રત્નકલાકારોને પરત મોકલવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. હવે આ માટે ઘટાડીને ભાડું પણ નક્કી કરી દેવામાં આવ્યું છે. 

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ કરી જાહેરાત
સુરતમાં પત્રકારો સાથે વાત કરતા આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીએ રત્નકલાકારોને વતન મોકલવા માટે ભાડાની જાહેરાત કરી હતી. આ માટે સિંગલ ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. 

ગામ         સિંગલ ભાડુ      30 સીટનું ભાડુ
અમદાવાદ   185                5550
અમરેલી      255               7650
બોટાદ        220               6600
ભાવનગર     220              6600
જુનાગઢ       285               8550
જામનગર     295               8850
ગારીયાધર    240               7200
સાવરકુંડલા   270               8100
પાલીતાણા    235               7050
રાજકોટ        245              7350
મહુવા         360              7800
ઝાલોદ        210               6300
ગોધરા        175                5250
પાલનપુર     240               7200
મહેસાણા      210                6300
                                   
સુરત શહેરમાંથી આજ સાંજથી રત્નકલાકારો પોતાના વતન સૌરાષ્ટ્ર જઈ શકશે. રજિસ્ટ્રેશન પ્રમાણે તેઓને જવાની મંજૂરી આપવામાં આવશે. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 200 બસોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તમામ બસોમાં સુરક્ષાના ભાગરૂપે સેનેટાઈઝર પણ મૂકાવમાં આવશે. રત્ન કલાકારો ગ્રુપમાં પણ બુકિંગ કરી શકશે. રત્ન કલાકારોને લેવા માટે જે-તે સોસાયટીમાં બસ પહોંચશે. પરંતુ તે માટે એક બસમાં 30 લોકો મુસાફરી કરી શકશે તેવુ કહેવાયું છે.            

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

         

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news