જૂનાગઢ: સરકારી ગાડીઓ પર "આ ગાડી પ્રજાના પૈસે ફરે છે" તેવા સ્ટીકર લાગાવાયા

શહેરમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગમાં પાર્ક કરાયેલી ગાડીઓ પર અચાનક જ એક સ્ટીકર જોવા મળ્યા હતા. આ સ્ટીકરના કારણે કૂતુહલ સર્જાયું હતું. 

જૂનાગઢ: સરકારી ગાડીઓ પર "આ ગાડી પ્રજાના પૈસે ફરે છે" તેવા સ્ટીકર લાગાવાયા

જૂનાગઢ : શહેરમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગમાં પાર્ક કરાયેલી ગાડીઓ પર અચાનક જ એક સ્ટીકર જોવા મળ્યા હતા. આ સ્ટીકરના કારણે કૂતુહલ સર્જાયું હતું. જો કે સ્ટીકર લગાવનારા લોકો પણ સ્થળ પર હાજર હતા. પાલિકાને ધ્યાને વાત આવતા તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી અને માહોલ ગરમાયો. જો કે આ સ્ટીકર પર લખાણ લખેલું હતું કે, આ ગાડી પ્રજાના પૈસે જ ચાલે છે. જનતા ગેરેજ ચલાવતી સંસ્થા દ્વારા આ અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન ગ્રાઉન્ડમાં પાર્ક કરાયેલી કમિશ્નરની ગાડી તેમજ ભાજપના પદાધિકારીઓની ગાડી પર આ વાહનો પ્રજાના પૈસે ચાલે છે તેવા સ્ટીકર લગાવી દેવાયા હતા. 

જનતા ગેરેજ નામની સંસ્થાના પાંચ કાર્યકરો દ્વારા સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. જેથી થોડા સમય માટે વાતાવરણ તંગ બની ગયું હતું. ત્યાર બાદ મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યાર બાદ બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જવાબદારો સામે પગલા લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ જનતા ગેરેજના લોકોએ પોતે જ લગાવેલા સ્ટીકર કાઢી લીધા હતા. કમિશ્નરે જણાવ્યું કે, કાંઇ પણ સમસ્યા હોય તો મને લેખિતમાં જાણ કરો પરંતુ સરકારી વાહનો સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ સહી લેવાશે નહી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ કોર્પોરેશનનાં એક અધિકારીની સરકારી ગાડીમાં તેમના પત્ની ફરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોએ ખાસ્સી ચર્ચા પણ જગાવી હતી. જૂનાગઢ કોર્પોરેશનમાં સ્ટીકર લગાવાતા સમગ્ર મામલે રમુજ ફેલાઇ હતી. હાલ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અવાર નવાર સરકારી ગાડીઓના અંગત ઉપયોગને રાજ્યમાં વિવાદ થતો રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news