જૂનાગઢના જંગલોમાંથી ચંદનની તસ્કરી કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત કટનીની ગેંગ ઝડપાઇ

જૂનાગઢ વન વિભાગને એક શિકારી ગેંગને ઝડપી લેવાં સફળતા મળી છે. ચંદન ચોરી કરવા આવેલી મધ્યપ્રદેશના કુખ્યાત વિસ્તાર કટનીની આ ગેંગ દ્વારા થોડા સમયથી ગિરનારના જંગલમાં ચંદનના વૃક્ષો કાપીને તશકારી શરુ કરી હતી. પરંતુ જયારે વન વિભાગે તાપસ કરી તો શિકારી ગેંગ હાથમાં આવી ગઈ છે. જોકે ગેંગના પુરુષો ભાગવામાં સફળ થયા છે પરંતુ 12 જેઠલી મહિલા શિકારીઓ અને બાળકોને ઝડપી પાડવામાં આવ્યા છે.

Kuldip Barot - | Updated: May 16, 2019, 10:56 PM IST
જૂનાગઢના જંગલોમાંથી ચંદનની તસ્કરી કરનાર મધ્યપ્રદેશની કુખ્યાત કટનીની ગેંગ ઝડપાઇ

હનીફ ખોખર/જૂનાગઢ: જૂનાગઢ વન વિભાગને એક શિકારી ગેંગને ઝડપી લેવાં સફળતા મળી છે. ચંદન ચોરી કરવા આવેલી મધ્યપ્રદેશના કુખ્યાત વિસ્તાર કટનીની આ ગેંગ દ્વારા થોડા સમયથી ગિરનારના જંગલમાં ચંદનના વૃક્ષો કાપીને તશકારી શરુ કરી હતી. પરંતુ જયારે વન વિભાગે તાપસ કરી તો શિકારી ગેંગ હાથમાં આવી ગઈ છે. જોકે ગેંગના પુરુષો ભાગવામાં સફળ થયા છે પરંતુ 12 જેઠલી મહિલા શિકારીઓ અને બાળકોને ઝડપી પાડવામાં આવ્યા છે.  

જૂનાગઢ વન વિભાગની ડુંગર દક્ષિણ રેંજના ડુંગરપુર રાઉન્ડમાં ગત માસમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચંદનના વૃક્ષોનું ગેરકાયદેસર કટીંગ કરી અને ચોરી કરવાનાં બે ગુન્હા નોંધાયેલા હતા. જેની સઘન તપાસ દરમ્યાન વન વિભાગના આર.એફ.ઓ. ડુંગર દક્ષિણ સાથે ફિલ્ડ સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ ઈસમોને પુછપરછ કરતાં મધ્યપ્રદેશની ટોળકીને ઝડપી પાડવામાં મોટી સફળતા મળેલી છે.

ચારધામ યાત્રા લઈ જવાનુ કહી અપંગ અને અંધ બાળકો સાથે છેતરપિંડી કરનાર ઝડપાયો

જેમાં ગુન્હામાં મહત્વની ભૂમિકા ભજવનાર 12 મહિલાઓ, કે જે મોટા ભાગની મધ્યપ્રદેશના કટની તથા પન્ના જિલ્લાના રહેવાસી છે. આ વિસ્તારના આદિવાસીઓ સિંહના શિકાર માટે કુખ્યાત છે 2007માં ગીર વિસ્તારમાં 8 જેટલા સિંહોના શિકારની ઘટના બની હતી ત્યારે આ વિસ્તારના જ શિકારીઓ ઝડપાયા હતા. એટલે વન વિભાગે ચારે તરફ પટ્રોલિંગ પણ વધારી દીધું છે.

હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ થયો શરૂ

ઝડપાયેલ મહિલા શિકારીઓ પાસેથી શિકારમાં વપરાય તેવા ઘાતક હથિયારો પણ ઝડપાયા છે. આ અંગે નાયબ વન સંરક્ષક ડૉ. એસ. કે. બેરવાલે જણવ્યું હતું કે, તેમની સઘન પૂછપરછ કરતા સમગ્ર ગુન્હાની મોડસ ઓપેરેન્ડી ખૂલી પડી હતી. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી જૂનાગઢ જિલ્લાની કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે તમામ મહિલાઓને 30 મે ૨૦૧૯ સુધી જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપી છે. ચંદનના વૃક્ષોનું ગેરકાયદેસર કટીંગ કરી અને ચોરી કરવાનાં બે ગુન્હામાં સંકળાયેલ અન્ય ઇસમોને ઝડપી પાડવા તલાસી અભિયાન જારી છે.

નકલી બિયારણ ઝડપાયા બાદ વિપક્ષના પરેશ ધાનાણીએ સરકાર પર કર્યા પ્રહાર

ગિરનાર વિસ્તારમાંથી ઝડપાયેલા આ શિકારીઓની ઘટનાની ગંભીરતા લઈને વેન વિભાગે પેટ્રોલિંગ વધારી દીધું છે. અને શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ શરુ કરી દીધી છે બીજી તરફ જે શિકારીઓ નાશી ગયા છે તેઓને ઝડપીલવા માટે બે ટિમ મધ્યપ્રદેશ રાવાના કરાઈ છે. કારણ કે વન વિભાગ પાસે શિકારીઓના ઓળખ કરડો અને મોબાઈલ ફોન તેમજ અન્ય પૂરો મળ્યા છે.