ગુજરાતમાં ઠેર ઠેર ચક્કાજામના દ્રશ્યો, જૂનિયર ક્લર્કની પરીક્ષા રદ થતાં લેવાયો મોટો નિર્ણય, પરીક્ષાર્થીઓ ખાસ જાણે....

પંચાયત સેવા પસંદગી સેવા મંડળનું પેપર લીક થતાં સાડા નવ લાખ પરીક્ષાર્થીઓ રઝડી પડ્યાં છે. દરેક એસ ટી ડેપો પર પરીક્ષાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે પરીક્ષાર્થીઓને રાહત આપવા માટે પંચાયત સેવા પસંદગી મંડળે એક મહત્વની જાહેરાત કરી છે.

ગુજરાતમાં ઠેર ઠેર ચક્કાજામના દ્રશ્યો, જૂનિયર ક્લર્કની પરીક્ષા રદ થતાં લેવાયો મોટો નિર્ણય, પરીક્ષાર્થીઓ ખાસ જાણે....

ગાંધીનગર: રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. આ બાબતે એક યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પંચાયત સેવા પસંદગી મંડળની વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવવાની હતી. જેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હતી, પરંતુ હાલ આ ઘટનામાં વડોદરા કનેક્શન સાથે રાજ્ય બહારથી પણ પેપર ફૂટ્યું હોવાની વાત સામે છે. 

એસટી બસમાં પરીક્ષાર્થીઓએ ટિકિટ લેવાની જરૂર નથી...
પંચાયત સેવા પસંદગી સેવા મંડળનું પેપર લીક થતાં સાડા નવ લાખ પરીક્ષાર્થીઓ રઝડી પડ્યાં છે. દરેક એસ ટી ડેપો પર પરીક્ષાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે પરીક્ષાર્થીઓને રાહત આપવા માટે પંચાયત સેવા પસંદગી મંડળે એક મહત્વની જાહેરાત કરી છે. વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી પોતાના મુળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી.બસમાં વિનામુલ્યે પ્રવાસ કરી શકશે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 29, 2023

જે માટે ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર (કોલલેટર અથવાહોલ ટિકિટ)અને એસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી.બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે. એસટી બસમાં પ્રવાસ કરતા પરીક્ષાર્થીઓએ  પરત જવા માટે એસટીની ટિકિટ નહિ લેવી પડે. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને પરત જવા માટે એસટીમાં નિશુલ્ક પ્રવાસની જાહેરાત કરી છે. 

No description available.

મહત્વનું છે કે, અગાઉના પેપર લીક થવાની ઘટના મામલે બોર્ડે પરીક્ષાર્થીઓને અન્ય જિલ્લામાં કેન્દ્ર આપ્યુ હતુ. જોકે ફરીથી પેપર લીક થતા પેપર રદ કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે હવે ST બસમાં મુસાફરો વિના મૂલ્યે મુસાફરી કરી શકશે.

પેપર ફોડવાનું કૃત્ય ગુજરાત બહારની ગેંગે કર્યું: રાધિકા કચેરિયા
આજે યોજાવનારી જૂનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બોર્ડના સભ્ય રાજીકા કચેરિયાએ મોટો દાવો કર્યો હતો. કચેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું છે. પોલીસ વિભાગે એક શખ્સને ઝડપ્યો છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવવા માગતા નથી. તમામ જવાબદાર લોકોને દંડ મળશે. પોલીસે એક શખ્સની ધરપકડ કરતા ખુલાસો થયો છે. પોલીસ તપાસ બાદ સમગ્ર મામલો બહાર આવશે. ગેરસમજ ન થાય તે માટે પરીક્ષા રદ કરાઈ છે. સરકારને આ જગ્યા ભરવાની છે, ફરીથી પરીક્ષા યોજાશે. લાયકાત ધરાવે છે તે લોકોની જ ભરતી થશે. પેપર ધરાવતા લોકોની ભરતી થવાની નથી.

તેમણે ઉમેર્યું હતું કે, આજે વહેલી સવારે પરીક્ષાના પેપરનો કેટલોક ભાગ લીક થયાના સમાચાર મળતાં જ પેપર રદ કરવાનો નિર્ણય લીઘો છે. મીડિયા દ્રારા જ્યારે સિસ્ટમ પર સવાલ ઉભા થયા તો સમગ્ર પેપરલીક કાંડમાં ગુજરાત બહારની ટોળકીનો હાથ હોવાનું જણાવ્યું છે. ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું હોવાનો મીડિયા સમક્ષ રાધિકા કચેરિયાએ ઉલ્લેખ કર્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news