કેવડિયા News

ઈલેક્શન મોડમાં આવ્યા નીતિન પટેલ, હિન્દુત્વને લઈને આપ્યું વધુ એક મોટું નિવેદન
ગુજરાતમાં 2022માં વિધાનસભા ચૂંટણી છે અને રાજકીય પક્ષો ઈલેક્શન મોડમાં આવી ગયા છે. આવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એક પછી એક ચોંકાવનારા નિવેદન કરી રહ્યાં છે. તેમનુ વધુ એક નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. હિન્દુત્વ (Hinduism) ના મુદ્દા બાદ હવે નીતિન પટેલે ગૌમાતા પર આપેલા નિવેદનથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ (Nitin Patel) અલાહાબાદ હાઈકોર્ટના ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાના સુચન પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, હિન્દુ ધર્મમાં અને સંસ્કૃતિમાં ગૌમાતા હજારો વર્ષથી પૂજનીય છે અને વર્ષોથી આપણે ગૌમાતાને માતાની જેમ જ પૂજીએ છીએ. ભારત સરકાર અને રાજ્ય સરકાર પણ ગૌમાતાની સુરક્ષા માટે કટિબદ્ધ છે. અને ગુજરાતમાં તો ગૌહત્યા પર પ્રતિબંધ છે અને તેની સામે કડક કાયદો છે. ગૌહત્યા કરનારાઓને કડક સજા કરી જેલમાં પૂર્યા છે અને હજુ કરતા રહીશું.
Sep 3,2021, 10:16 AM IST

Trending news