સસ્તી અનાજની કીટમાં છેતરાતા નહીં! સુરતમાં 1500થી વધુ લોકો સાથે કરોડોની છેતરપિંડી
સુરતમાં દિન પ્રતિદિન છેતરપિંડીના કિસ્સો વધી રહ્યા છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લાલચ આપી ઠગ બાજો ઠગાઈને અંજામ આપી રહ્યા છે. જ્યારે વધુ એક કિસ્સો સુરતના પુણાગામ વિસ્તારમાં બન્યો છે.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં ઓછા પૈસા વધુ અનાજ આપવાના નામે KS ડિજિટલ ગ્રુપે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે. KS ગૃહ દ્વારા 1500થી વધુ લોકો પાસેથી સાડા સાત હજાર રૂપિયા ઉઘરાવી લોકોને દર મહિને અનાજ આપવાની લાલચ આપી હતી. પૈસા લીધા બાદ પણ અનાજ નહીં મળતા મોટી સંખ્યામાં લોકોએ KS ગ્રુપના કાર્યાલય પર હોબાળો મચાયો હતો. પુણા પોલીસે KS ગ્રુપના સંચાલકની અટકાયત કરી છે.
સુરતમાં દિન પ્રતિદિન છેતરપિંડીના કિસ્સો વધી રહ્યા છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લાલચ આપી ઠગ બાજો ઠગાઈને અંજામ આપી રહ્યા છે. જ્યારે વધુ એક કિસ્સો સુરતના પુણાગામ વિસ્તારમાં બન્યો છે. KS ડિજિટલ ગ્રુપના સંચાલકો પર 1500થી વધુ લોકો સાથે કરોડો રૂપિયાની કરાઈ હોવાનો આરોપ લાગ્યો છે.
લોકોએ સંચાલકો પર આક્ષેપો કર્યા છે. દર મહિને અનાજ આપવાની લાલચ આપી સંચાલકોએ એક કાર્ડ બનાવી વર્ષના સાડા સાત હજાર રૂપિયા ઉઘરાવી લીધા હતા. દર મહિને અનાજની 40 જેટલી વસ્તુઓ આપવાની લાલચ આપી હતી. સંચાલકે બે મહિના સુધી અનાજ પણ આપ્યું હતું. ત્યારબાદ છેલ્લા બે મહિનાથી અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. સંચાલકોએ પોતાના ફોન બંધ પણ કરી દીધો હતા. લોકો કાર્યાલય પર જતા લોકોને તારીખ પર તારીખ આપવામાં આવતી હતી.
આખરે રોષે ભરાયેલા લોકોએ આજે મોટી સંખ્યામાં KS ડિજિટલ ગ્રુપના કાર્યાલય પર ભારે હોબાળો મચાવ્યો હતો. ડિજિટલ ગ્રુપના સંચાલકો પાસેથી ગુમાવેલા પૈસાની માંગ કરી હતી.બીજી બાજુ ઘટનાને લઈ તાત્કાલિક પુણા પોલીસ ઘટનાએ સ્થળે દોડી આવી સંચાલકની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો.
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઓછા પૈસા વધુ અનાજ આપવાની લાલચ આપી 1500 થી વધુ લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈના આરોપ સાથે મોટી સંખ્યામાં લોકો KS ડિજિટલ ગ્રુપ બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના ગુમાવેલા પૈસાની માંગ કરી રહ્યા હતા .જ્યારે આ લોકોમાં એક દિવ્યાંગ વ્યક્તિ પણ હતો જે આંખમાં આંસુ સાથે સંચાલકો પાસેથી પૈસાની માંગ કરી રહ્યા હતા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે