Rajasthan Tourism: રાજસ્થાન ફરીથી પર્યટકોથી ધમધમતુ થઈ જશે, પર્યટન મંત્રીએ જણાવ્યો 'મેગા પ્લાન'
કોરોના વાયરસે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાથી પર્યટન ઉદ્યોગ પણ ખુબ પ્રભાવિત થયો છે. જેણે અર્થવ્યવસ્થા પર કમરતોડ ફટકો માર્યો છે. હવે જો કે કોરોનાનો પ્રકોપ ઓછો થતા ધીરે ધીરે પર્યટનને પણ ધમધમતુ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે.
Trending Photos
Rajasthan Tourism: કોરોના વાયરસે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાથી પર્યટન ઉદ્યોગ પણ ખુબ પ્રભાવિત થયો છે. જેણે અર્થવ્યવસ્થા પર કમરતોડ ફટકો માર્યો છે. હવે જો કે કોરોનાનો પ્રકોપ ઓછો થતા ધીરે ધીરે પર્યટનને પણ ધમધમતો કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ભારતમાં ટુરિઝમ ક્ષેત્રે રાજસ્થાન પણ આગળ પડતું રાજ્ય છે જ્યાં દેશ વિદેશથી ઢગલો પર્યટકો આવે છે. ઐતિહાસિક સ્થળો અને સાથે સાથે કુદરતનો રોમાંચ માણવા પર્યટકો રાજસ્થાન પર કળશ ઢોળતા હોય છે. કોરોનાના પ્રભાવથી રાજસ્થાન પણ બાકાત નથી. રાજ્યના પર્યટનમંત્રી વિશ્વેન્દ્ર સિંહે આ કડીમાં છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે રાજસ્થાનના પર્યટન ઉદ્યોગને કેટલો ફટકો પડ્યો છે તેની વિગતવાર માહિતી આપી. આ સાથે તેને ફરીથી ધમધમતો કરવા 'મેગા પ્લાન' પણ જણાવ્યો. જે જોતા એવું લાગે છે કે લોકલ પર્યટકોને હવે રાજસ્થાન ફરવામાં ઘણો ફાયદો થઈ શકે તેમ છે.
પર્યટનને ધમધમતો કરવા માટે આ મુદ્દા પર રહેશે ફોકસ
રાજ્ય પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહે કહ્યું કે બે વર્ષમાં રાજસ્થાનમાં પર્યટન સંપૂર્ણ રીતે ખતમ થયું છે. હવે સરકારની કોશિશ છે કે પ્રયત્નો કરીને ડોમેસ્ટિક એટલે કે ઘરેલુ પ્રવાસીઓને રાજસ્થાન લાવવા માટે પ્રયત્નો કરવામાં આવે. તેમના જણાવ્યાં મુજબ રાજસ્થાનના પર્યટન ઉદ્યોગને ઊભો કરવા માટે ડોમેસ્ટિક ટુરિઝમ પર ફોકસ કરવું પડશે કારણ કે વિદેશથી તો પ્રવાસીઓને આવતા વર્ષ જેટલો સમય લાગશે. તેમના જણાવ્યાં મુજબ 2020માં રાજસ્થાનમાં પર્યટન પોલીસી બની. પર્યટનને એક ઈન્ડસ્ટ્રીનો દરજ્જો આપવાની કોશિશ થઈ છે.
પર્યટકોને આકર્ષવા માટે જબરદસ્ત ઓફર
રાજસ્થાનના ટુરિઝમમાં પેલેસ ઓન વ્હિલ્સનું પણ એક આગવું આકર્ષણ છે. પરંતુ તેનું ભાડું વધારે હોય છે. આ અંગે પણ રાજ્ય પર્યટન મંત્રીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે પેલેસ ઓન વ્હીલ્સનું ભાડું સસ્તું કરવામાં આવશે. પહેલા ડોલર અને યુરોમાં લોકો ભાડું ચૂકવતા. ટિકિટ પણ સાડા 4 લાખ હતી પરંતુ હવે ટિકિટ દોઢ લાખ સુધીની થશે.
રાજ્ય પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહના જણાવ્યાં મુજબ હાલ વિદેશથી ફક્ત 10 ટકા લોકો ફરવા માટે આવે છે આથી અમે ડોમેસ્ટિક ટુરિઝમ પર ધ્યાન આપી રહ્યા છીએ. તેમણે આ સાથે એમ પણ કહ્યું કે રાજ્યમાં ધાર્મિક, સાંસ્કૃતિક, વાઈલ્ડલાઈફ અને હેરિટેજ એમ બધુ મળીને નવી સર્કિટ્સ પણ બની રહી છે. રાજ્યએ ટુરિઝમની ફિલ્મ પોલીસી પણ બનાવેલી છે. ખુબ રિબેટ્સ આપ્યા છે. લોકલ જીએસટી પણ ચાર્જ કરવામાં આવતો નથી. અત્રે જણાવવાનું કે આગામી વર્ષે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી છે. પર્યટનમંત્રીએ કહ્યું કે બધા લોકો ઈલેક્શન મોડમાં આવી જાય તે પહેલા રાજસ્થાનમાં પર્યટન ક્ષેત્રે નવા ઈમ્પ્લિમેન્ટેશન કરવાના છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે