ગુજરાતમાં અનેક જગ્યાએ ઘર્ષણ: દાહોદમાં બૂથ કેપ્ચરિંગ, ક્યાંક પથ્થરમારો તો ક્યાંક તોડ્યા EVM

રાજ્યભર (Gujarat) માં આજે પણ ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે અનેક જગ્યાએ ઘર્ષણ થયા હોવાના અહેવાલો છે. ગુજરાત (Gujarat) માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Election) માં મતદાન દરમિયાના ઝાલોદ (Zalod) તાલુકાના ઘોડીયામાં બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો છે.

ગુજરાતમાં અનેક જગ્યાએ ઘર્ષણ: દાહોદમાં બૂથ કેપ્ચરિંગ, ક્યાંક પથ્થરમારો તો ક્યાંક તોડ્યા EVM

હરીન ચાલીહા:  રાજ્યભર (Gujarat) માં આજે પણ ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે અનેક જગ્યાએ ઘર્ષણ થયા હોવાના અહેવાલો છે. ગુજરાત (Gujarat) માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Election) માં મતદાન દરમિયાના ઝાલોદ (Zalod) તાલુકાના ઘોડીયામાં બૂથ કેપ્ચરિંગનો મામલો સામે આવ્યો છે. અહીં કેટલાક લોકોએ મતદાન સેંટરમાં ઘુસીને ઇવીએમ (EVM) મશીન તોડી દીધા હતા. 2 થી 3 લોકો મતદાન સેન્ટરમાં ઘૂસીને બુથ કેપ્ચરિંગનો પ્રયાસ કર્યો હતો. ધટના બનતા દાહોદ જીલ્લા પોલીસ વડા રેન્જ આઈ જી સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પોલીસે ઘટના સ્થળે પહોચી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી લીધો છે. હાલ મતદાન બંધ કરી દેવામાં આવ્યું છે. 

તાલુકા અને જિલ્લા પંચાયત (District Panchayat) ની ચૂંટણીના મતદાન વખતે ગુજરાતમાં ઘણી જગ્યાએ નાના મોટી માથાકૂટ અને હોબાળાની ઘટનાઓ સર્જાઇ હતી. જેમાં નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, મતદાન મથકમાં પ્રવેશને લઈને જીભાજોડી થતા પોલીસે મામલો સંભાળ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સમજાવટથી મામલો થાળે પાડયો હતો.

બનાસકાંઠા (Banaskantha) ના ભાભર અને પાલનપુરમાં ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પાલનપુર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન બે જૂથો આમને સામને, પાલનપુર વોર્ડ નંબર 6 ના ગઠામણ દરવાજા પાસે બબાલ થઇ,  ઘટનાના પગલે ASP સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, મતદાન મથક પાસે જ બબાલ થતાં પોલીસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન કથળે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. તો બીજી તરફ ભાભરના વોર્ડ એકમાં લુદરિયા વાસ શાળા નંબરમાં ઉમેદવારો વચ્ચે બોલા ચાલી થઇ હતી. ડેમો ઇવીએમ બાબતે બોલાચાલી થઇ હતી. પોલીસેને ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડયો હતો. કોગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો ભાભર વોર્ડ નંબર એકમાં દોડી આવ્યા હતા.

વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન વખતે મારામારી અને પથ્થરમારાના દ્રશ્યો સર્જાયા હતા. વિરગામના વોર્ડ નંબર 8ના એમ જે હાઇસ્કૂલની બહાર ભાજપ અને અપક્ષ ઉમેદવારોના ટોળા વચ્ચે મારામારી થઇ હતી. 

મારામારીના દ્રશ્યો સર્જાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પણ પડી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

આજે ગુજરાત (Gujarat) માં સ્થાનિક સ્વરાજ (Gujarat Local Body Election) ની ચૂંટણીના પગલે હાલ જિલ્લા પંચાયત (District Panchayat), તાલુકા પંચાયત (Taluka Panchayat) અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. 31 જિલ્લા પંચાયતો (District Panchayat), 231 તાલુકા પંચાયતો (Taluka Panchayat) અને 81 નગર પાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. 

31 જિલ્લા પંચાયતની 980 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 

જ્યારે કે, 231 તાલુકા પંચાયત (Taluka Panchayat) ની 4774 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 117 બેઠક બિનહરીફ થઈ છે. 231 તાલુકા પંચાયત (Taluka Panchayat) ની 4774 બેઠક પર 12,265 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ (BJP) ના 4,657 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 81 નગરપાલિકાની ચૂંટણીનું પણ મતદાન શરૂ થઈ ગયું છે. 81 નગર પાલિકાની 2720 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકામાં 7246 ઉમેદવારો મેદાનમાં છે. 2 માર્ચે ચૂંટણીનું પરિણામ આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news