અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હજુ વરસાદ રોકાવાનુ નામ લેતો નથી રાજ્યના હવામાન વિભાગ દ્વારા હજુ વધુ 48 કલાક ભારેથી અતી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર ઉપર સાક્લોનીક સર્ક્યુલેશન અને લો પ્રેશર સક્રિય છે જેને લઇને રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.  

અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં હજુ વરસાદ રોકાવાનુ નામ લેતો નથી રાજ્યના હવામાન વિભાગ દ્વારા હજુ વધુ 48 કલાક ભારેથી અતી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર ઉપર સાક્લોનીક સર્ક્યુલેશન અને લો પ્રેશર સક્રિય છે જેને લઇને રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે.  

ગુજરાત અનેક વિસ્તારોમાં આગામી 48 કલાક ભારે વરસાદ થઇ શકે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદ વરસશે ઉપરાંત ગુજરાતના દરિયા કિનારા વિસ્તારમાં પણ વરસાદ થશે. જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો સોમનાથ,જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અત્યાર સુધીમાં ગુજરાત માં સરેરાશ 117 ટકા વરસાદ નોધાયો છે. ઉપરવાસમાંથી 8 લાખ 39 હજાર વિક્રમજનક પાણીની આવક થવાને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 136.74 મીટરે પહોંચી ગઇ છે. જેને લઇને ડેમના દરવાજા ખોલી નર્મદામાં પાણી છોડાતા નર્મદા નીદમાં પુરની સ્થિતિ સર્જાઇ છે.

પાટણ: કોંગ્રેસના ગઢમાં આંતરિક વિખવાદને કારણે ગાબડુ પડવાની શક્યતા

ગોલ્ડન બ્રિજ ખાતે આવેલી નર્મદા નદી બેં કાઠે વહેતા તેની જળ સપાટી 31.50 ફૂટે પહોંચી ગઇ છે. 24 ફૂટની ભયજનક સપાટી વટાવી 7.50 ફૂટ ઉપરથી નર્મદાનું પાણી વહી રહ્યું છે. નદીમાં જળસ્તર વધતા અત્યાર સુધી જિલ્લામાં 2 હજાર 900થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ પરિસ્થિતિ ને પહોંચી વળવા સજ્જ છે. જેને લઇને એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફની ટીમોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news