સૌરાષ્ટ્રમાં મેઘો સાબેલાધાર, ખંભાળિયામાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદ

રાજ્યમાં ગત ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘો મહેરબાન થઇ ગયો છે. ખંભાળિયામાં બે કલાકમાં સાબેલધાર છ ઈંચથી વધુ વરસાદથી રસ્તાઓ પર અને અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. 

સૌરાષ્ટ્રમાં મેઘો સાબેલાધાર, ખંભાળિયામાં 2 કલાકમાં 6 ઈંચ વરસાદ

રાજુ રૂપારેલીયા/દ્વારકા: રાજ્યમાં ગત ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘો મહેરબાન થઇ ગયો છે. ખંભાળિયામાં બે કલાકમાં સાબેલધાર છ ઈંચથી વધુ વરસાદથી રસ્તાઓ પર અને અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. 

ખંભાળીયામાં માત્ર બે કલાકના સમયમાં સાબેલાઘાર 6 ઇંચ જેટલો વરસાદ પડી જવાને કારણે ઘી ડેમમાં નવા નીરની આવક થઇ હતી. શહેરના માર્ગો પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. ખંભાળીયાના મહાપ્રભુજી બેઠક પાસે જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. રોડ અને રસ્તાઓ પર પાણી જ પાણી નજર આવ્યા હતા. જ્યારે સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતા. 

રાજ્યના હવામાન વિભાગ દ્વારા હજુ વધુ 48 કલાક ભારેથી અતી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર ઉપર સાક્લોનીક સર્ક્યુલેશન અને લો પ્રેશર સક્રિય છે જેને લઇને રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. 

ગુજરાતના સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદ વરસશે ઉપરાંત ગુજરાતના દરિયા કિનારા વિસ્તારમાં પણ વરસાદ થશે. જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો સોમનાથ,જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્રમાં સવારથી સાંજના 4 વગ્યા સુધીના વરસાદી આંકડા

જિલ્લો તાલુકો વરસાદ
દેવભુમિ દ્વારકા ખંભાળિયા 6 ઇંચ
જામનગર જામજોધપુર 4 ઇંચ
સુરત ઉમરપાડા 4 ઇંચ
જૂનાગઢ માણાવદર 3.5 ઇંચ
પોરબંદર કુતિયાણા 3 ઇંચ
જૂનાગઢ જૂનાગઢ 3 ઇંચ
જૂનાગઢ વિસાવદર 2.5 ઇંચ
જૂનાગઢ માંગરોળ 2 ઇંચ
જૂનાગઢ કેશોદ 2 ઇંચ

 

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news