ગૌણ સેવાની પરીક્ષા ફી અંગે મોટો નિર્ણય; જનરલ અને અનામત કેટેગરીના ઉમેદવારોને કેવી રીતે પૈસા મળશે પરત

Gaun Seva Pasandgi Mandal: ગૌણ પસંદગી મંડળની પરીક્ષા ફી અંગે લેવાયો નિર્ણય, હવે પરીક્ષામાં માત્ર ઓનલાઈન અરજી કરી શકાશે, પોસ્ટ ઓફિસના ધક્કા નહીં પડે, ઓનલાઈન અરજી સાથે 500 રૂપિયા સુધીની ફી લેવાશે, સૂત્ર મુજબ પરીક્ષા બાદ ફી પરત અપાશે, પરીક્ષા નહીં આપનારની ભરેલી ફી પરત નહીં અપાય

ગૌણ સેવાની પરીક્ષા ફી અંગે મોટો નિર્ણય; જનરલ અને અનામત કેટેગરીના ઉમેદવારોને કેવી રીતે પૈસા મળશે પરત

Gaun Seva Pasandgi Mandal: ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળે 4,300 લોકોની ભરતીની જાહેરાત કર્યા પછી આજે ફી અંગે વધુ એક મોટી જાહેરાત કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ડિપોઝીટ તરીકે જનરલ કેટેગરીના ઉમેદવારોની 500 રૂપિયા ફી લેવાશે અને અનામત કેટેગરીના ઉમેદવારોની 400 રૂપિયા ફી લેવાશે. ડિપોઝીટ તરીકે લેવાતી ફી પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને પરત મળશે, જ્યારે પરીક્ષામાં હાજર ન રહેનાર ઉમેદવારોને ફી પરત નહીં મળે.

ઓનલાઈન ફીની સુવિધા આપી
આ સાથે જ ઉમેદવારોની સુવિધા માટે ફી પણ ઓનલાઈન ભરવાની સુવિધા આપવામાં આવી છે. તમામ ઉમેદવારોને ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં વારંવાર થતી ગેરરીતિને અટકાવવા માટે મંડળ દ્વારા લેનારી પરીક્ષા પણ ઓનલાઈન કમ્પ્યૂટર આધારિત કરી દેવાઈ છે. 

મહત્વનું છે કે આ ભરતી માટેની પ્રિલિમનરી પરીક્ષા મે અથવા જૂન મહિનામાં લેવાશે, જ્યારે ઓગસ્ટ મહિનામાં મેઈન્સ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટેના ફોર્મ ભરવાનું આજથી જ શરૂ થઈ ગયું છે. 31 જાન્યુઆરી સુધી ઉમેદવારો પરીક્ષા માટેનું ફોર્મ ભરી શકશે. ઉલ્લેખનીય છે કે એ અને બી ગ્રુપની 4300 જગ્યા પર ભરતીની જાહેરાત કરાઈ છે. જેમાં સૌથી વધુ 2,018 જગ્યા ગ્રૂપ-બીમાં જૂનિયર કર્લાકની ભરાશે. જ્યારે ગ્રુપ-એ માં સૌથી વધુ કલેક્ટરે કચેરીમાં જુનિયર કર્લાકની 590 જગ્યા ભરાશે.

ચોંકાવનારો કિસ્સો; આરોપીએ માનસિક અસ્થિર યુવતીનો દેહ પીંખ્‍યો, પછી માતા-બહેનો સાથે...
 
ઉલ્લેખનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી કરવાનો નિર્ણય લીધો છે. 4 જાન્યુઆરી (આજે) બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 23-59 સુધી ભરી ફોર્મ ભરી શકાશે. રાત સુધીમાં વેબસાઈટ ઉપર જાહેરાત મુકાઈ જશે અને આવતીકાલના તમામ અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

gandhingar newsappointment letterstalati and junior clerksનિમણૂંક પત્રોપંચાયત સેવા બોર્ડગુજરાતી ન્યૂઝGujarati NewsJunior clerk exambreaking newsHasmukh Pateljunior clerk exam call letterbig updateજુનિયર ક્લાર્કની પરીક્ષાGujarati Newsગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળGujarati Newsgujarati samacharGovernment jobsસરકારી નોકરીexam call letterpanchayat seva pasandagi boardજુનિયર કલાર્ક પરીક્ષાજુનિયર કલાર્ક કોલ લેટરજુનિયર કલાર્કIPS હસમુખ પટેલપંચાયત સેવા પસંદગી બોર્ડગુજરાતી સમાચારગુજરાતી અપડેટgujarati samacharબ્રેકિંગ ન્યૂઝમહત્વના અપડેટગુજરાત પોલીસgujarat policetalati examtalati exam datetalati exam syllabustalati exam call letterGSSSBતલાટીની પરીક્ષાતલાટીની પરીક્ષાને લઈ મોટા સમાચારમોટા સમાચારGPSSB Talati Mantri Examતાંત્રિક બિન તાંત્રિક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફારસરકારી ભરતીGPSC Exam Newsગૌણ સેવા પસંદગી મંડળGPSCપરીક્ષામાં પદ્ધતિમાં ફેરફારડોક્યુમેન્ટ વેરિફિકેશનજોબ્સ

Trending news