આબરૂના કાંકરા : મગફળીની ગુણીમાં હતા પથરાં અને ધૂળ, નોંધાઈ પોલીસ ફરિયાદ
રાજકોટના જેતપુરના પેઢલા ખાતે GSWCના ગોડાઉનમાં મગફળીની ગુણીમાં માટીના મામલે ગુજકોટ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે
Trending Photos
રાજકોટ : રાજકોટના જેતપુરના પેઢલા ખાતે GSWCના ગોડાઉનમાં મગફળીની ગુણીમાં માટીના મામલે ગુજકોટ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે ગુજકોટના સૌરાષ્ટ્ર ઝોન વેર હાઉસ મેનેજર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. આ મામલે જે અધિકારીઓએ ગુણીમાં મગફળી હોવાનું પ્રમાણપત્ર આપેલ હતું તેના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વિવાદાસ્પદ મામલામાં ગોડાઉનમાં 31 હજાર મગફળીની બોરી અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જેતપુરના પેઢલા ગામે આવેલા ગોડાઉનમાં સરકારે ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં ધૂળ હોવાની વાત સામે આવ્યા બાદ આ મામલે વેરહાઉસના મેનેજરે ફરિયાદ કરી છે. મગફળીની બોરીઓમાંથી ધૂળ અને કાંકરા નીકળતા આ અંગે ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે હવે કલેક્ટર તંત્ર અને પોલીસ બંને આ મગફળી ક્યાંથી ખરીદીને લાવવામાં આવી હતી તે સહિતની વિગતોની તપાસ કરશે.
નોંધનીય છે કે આ પહેલા શાપરના ગોડાઉનમાં આગ લાગી હતી, તેમાં તપાસ કરતા મગફળીની બોરીઓમાંથી ધૂળ હોવાનું માલુમ પડ્યું હતું. આ મગફળી 27 ઓક્ટોબરના રોજ ખરીદ કરી અહીંના ગોડાઉન ખાતે રાખવાના આવેલ છે. હાલ આ ગોડાઉનમાં રૂ. 4,57,25,000ની કુલ 31 હજાર બોરીઓ છે અને આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે