યુવકે મિત્રના પ્રાઈવેટ પાર્ટમાં હવા ભરી દીધી... અશ્લીલ મસ્તીથી ગયો તેનો જીવ

સુરત શહેર ક્રાઈમ કેપિટલ બની રહ્યુ છે. અહી દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે. પણ ચોંકાવનારી વાત તો એ છે કે, ગુનાખોરી આચરવામાં પણ અહીંના ગુનેગારો અશ્લીલ બની રહ્યાં છે. વિચારમાં પણ ન આવે તેવી હદ વટાવી રહ્યાં છે. સુરતમાં કેટલાક મિત્રોએ મળીને એક મિત્ર સાથે એક અશ્લીલ હરકત કરી કે, તેનો જીવ ગયો છે. મિત્રોની મજાક મસ્તીએ યુવકનો ભોગ લીધો. 15 દિવસ અગાઉ પલસાણામાં કારીગરે મજાક મસ્તીમાં સહકર્મીના ગુદામાર્ગે પાઇપ નાંખી હવા ભરતા ઇજા પામેલા કારીગરે આખરે દમ તોડ્યો છે. પોલિસે સહકર્મી વિરુદ્ધ સહ અપરાધ માનવવધનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
યુવકે મિત્રના પ્રાઈવેટ પાર્ટમાં હવા ભરી દીધી... અશ્લીલ મસ્તીથી ગયો તેનો જીવ

સંદીપ વસાવા/સુરત :સુરત શહેર ક્રાઈમ કેપિટલ બની રહ્યુ છે. અહી દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ ઉપર જઈ રહ્યો છે. પણ ચોંકાવનારી વાત તો એ છે કે, ગુનાખોરી આચરવામાં પણ અહીંના ગુનેગારો અશ્લીલ બની રહ્યાં છે. વિચારમાં પણ ન આવે તેવી હદ વટાવી રહ્યાં છે. સુરતમાં કેટલાક મિત્રોએ મળીને એક મિત્ર સાથે એક અશ્લીલ હરકત કરી કે, તેનો જીવ ગયો છે. મિત્રોની મજાક મસ્તીએ યુવકનો ભોગ લીધો. 15 દિવસ અગાઉ પલસાણામાં કારીગરે મજાક મસ્તીમાં સહકર્મીના ગુદામાર્ગે પાઇપ નાંખી હવા ભરતા ઇજા પામેલા કારીગરે આખરે દમ તોડ્યો છે. પોલિસે સહકર્મી વિરુદ્ધ સહ અપરાધ માનવવધનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

પલસાણાની એક મિલમાં પંદર દિવસ અગાઉ એક યુવાને મજાક મસ્તીમાં સહકર્મીના ગુદા માર્ગે હવાનો પાઇપ અડાડી યુવાનના પેટમાં હવા ભરાઈ ગઈ હતી. જેથી યુવાનને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં આજરોજ યુવાન કામદારનું મોત થયા પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાના બલેશ્વર ગામે ફરહાન પાર્કમાં આવેલ સુરેશભાઈની બિલ્ડીંગમાં રહેતા મોહમદ શાહબુદ્દીન મોહમદ દુલારા (ઉ.વ 28. મૂળ રહે.ખીરીપૂર, યુનુમિયા ગલી, હાવડા, પ. બંગાળ)  પલસાણામાં આવેલ કાલાઘોડાના રાજલક્ષ્મી ડેનિમ લિમિટેડમાં નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. ગત 30 જાન્યુઆરીના રોજ મિલમાં ફરજ દરમિયાન સહકર્મી હેલ્પર કૃષ્ણા કાન્હાલાલ ચૌધરી (19) એ મજાકમાં શાહબુદ્દીનના ગુદાના ભાગે એર મશીનનો પાઇપનો છેડો અડાડી દીધો હતો. જેથી ગુદા માર્ગે હવા શાહબુદ્દીનના પેટમાં હવા જતા પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. શાહબુદ્દીનને પલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પ્રાથમિક સારવાર આપી ત્યાર બાદ ચલથાણ સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 17 ફેબ્યુઆરીના રોજ શાહબુદ્દીનનુ મોત નિપજ્યુ હતું. આ મામલે પોલીસે કૃષ્ણા ચૌધરી વિરુદ્ધ સાપરાધ માનવવધનો ગુન્હો નોંધવાની તજવીજ હાથધરી છે.

સગીરા સાથે પાડોશીનુ દુષ્કર્મ
તો બીજી તરફ, સુરતમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બની છે. 15 વર્ષની કિશોરીને બે પાડોશીએ હવસનો શિકાર બનાવી હતી. એક વિધર્મીએ વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી કરી હતી. ત્યારે સગીરાને પેટમાં દુ:ખાવો થતાં તપાસમાં ગર્ભ હોવાનું ખૂલ્યુ હતું. હોસ્પિટલના પરિક્ષણમાં સગીરાના પેટમાં અઢી માસનો ગર્ભ નીકળ્યો હતો. આ મામલે તબીબે પોલીસને જાણ કરતાં એક યુવકનીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે, સગીરાને પીંખનાર એક બળાત્કારી ઘર ખાલી કરીને ગયો તો ભાડે રહેવા આવેલા બીજા પાડોશીએ પણ તેને શિકાર બનાવી હતી. આ મામલે પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news