સ્ટાઈપેન્ડ ઓછું જાહેર કરતા રેસિડેન્ટ તબીબો નારાજ, આવતીકાલથી હડતાળ પર ઉતરશે

Resident Doctors On Strike : શનિવારે રાજ્ય સરકાર દ્વારા સ્ટાઈપેન્ડ વધારવા મામલે રેસિડેન્ટ તબીબો અને જુનિયર તબીબોમાં નારાજગી સામે આવી છે, સોમવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જશે તબીબો, ઈમરજન્સી સેવાઓમાં પણ નહીં જોડાય

સ્ટાઈપેન્ડ ઓછું જાહેર કરતા રેસિડેન્ટ તબીબો નારાજ, આવતીકાલથી હડતાળ પર ઉતરશે

Ahmedabad News : રાજ્યના રેસીડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા છે. સ્ટાઈપેન્ડ વધારો ઓછો મળતા તબીબો સરકારથી નારાજ છે. પાંચ વર્ષે થતો સ્ટાઈપેન્ડ વધારો 40% ના બદલે માત્ર 20% થતા તબીબો નારાજ થયા છે. અમદાવાદની બી જે મેડિકલ સહિત રાજ્યના કુલ 8 હજાર તબીબો હડતાળ પર જશે. તબીબોએ કહ્યું કે, રાજ્ય સરકારને અનેક રજૂઆત કરી છતાં અમારી માંગ પૂરી ન થઈ. દર ત્રણ વર્ષે થતું સ્ટાઈપેન્ડ પાંચ વર્ષે આપ્યું, એમાં પણ 20% ઓછું આપ્યું. જ્યાં સુધી અમારી માગ નહિ સ્વીકારે ત્યાં સુધી અમારી હડતાળ રહેશે. 

જુનિયર ડોક્ટર એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ શશાંક આસરાએ કહ્યું કે, અમારો આશય દર્દીઓને હાલાકી પડે તે નથી હોતો, પણ સરકાર અમારી સાથે અન્યાય કરે છે. આવતીકાલથી અમે હડતાળ પર ઉતરીશું. ઓપીડી અને ઇમરજન્સી સેવાથી અળગા રહીને અમારો વિરોધ વ્યક્ત કરીશું.

શનિવારે રાજ્ય સરકારે જુનિયર તબીબો અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમાં વધારો કર્યો. આ તરફ રવિવારે અમદાવાદ બીજે મેડીકલ પરિસર ખાતે રેસિડેન્ટ અને જુનિયર તબીબોએ હડતાળની જાહેરાત કરી છે. તબીબોની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે રાજ્ય સરકારે 9 જુલાઈના રોજ 40 ટકા સ્ટાઈપેન્ડ આપવાનું આશ્વાસન આપશે એવું નિવેદન આપ્યુ હતું. જે બાદ સરકારે માત્ર 20 ટકા પગાર વધારો આપ્યો. બીજી તરફ વર્ષ 2021 બાદ વર્ષ 2024 માં રાજ્ય સરકારે સ્ટાઈપેન્ડમાં વધારો કર્યો અને જે પરિપત્રમાં આગામી 5 વર્ષ સુધી સ્ટાઈપેન્ડ વધારો નહિ કરવાના લેખિતમાં આદેશ કરાયા છે. એટલે કે વર્ષ 2024 માં મળેલા સ્ટાઈપેન્ડ બાદ વર્ષ 2029 માં તબીબોને સ્ટાઈપેન્ડ મળશે. જે મામલે આવતીકાલથી સમગ્ર રાજ્યભરના 4000 જેટલા રેસિડેન્ટ અને જુનિયર ડોકટર અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જશે.

તબીબોએ એ પણ જાહેરાત કરી છે કે હડતાળના પગલે ઇમરજન્સી સેવાઓથી પણ તમામ તબીબો વંચિત રહેશે. સરકારે શનિવારે કરેલા સ્ટાઈપેન્ડ વધારામાં રાજ્યની છ સરકારી અને 13 GMERS કોલેજના ઈન્ટર્ન, અનુસ્નાતક અને રેસિડેન્ટ તબીબ આવરી લેવામાં આવ્યા હતા. નવા સ્ટાઈપેન્ડના દર અનુસાર મેડિકલ ઈન્ટર્નને 21840, ડેન્ટલમાં 20160, ફિઝિયોથેરાપીમાં 13440 સ્ટાઈપેન્ડ મળશે. ડિગ્રીના રેસિડેન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં 1,00,800, બીજા વર્ષમાં 1,02,480, ત્રીજા વર્ષમાં 1,34,400 સ્ટાઈપેન્ડ ચૂકવાશે. મેડિકલ રેસિડેન્ટ ડિપ્લોમાને પ્રથમ વર્ષમાં 75600 અને બીજા વર્ષમાં 82320 સ્ટાઈપેન્ડ ચૂકવાશે. GMERS મેડિકલ કોલેજના અનુ સ્નાતક જુનિયર અને સિનિયર રેસિડેન્ટ તબીબોમાં પ્રથમ વર્ષે 1,00,800 બીજા વર્ષમાં 1,02,480,ત્રીજા વર્ષે 1,05,000 સ્ટાઈપેન્ડ મળનાર છે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ઈન્ટર્ન્સ અને રેસિડેન્ટ તબીબોના સ્ટાઈપેન્ડમા વધારો કરવામાં આવ્યો છે. હવેથી તેઓને વધારે સ્ટાઈપેન્ડ મળશે. એટલે કે આ તબીબોના પગારમાં વધારો કરાયો છે. સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઈન્ટર્ન તબીબને રૂપિયા 21,840 સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. તો અન્ય સ્ટ્રીમમાં પણ વધારો કરાયો છે. રાજ્યની 6 સરકારી અને 13 GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ તા. 01/04/2024ની અસરથી અમલમાં આવશે.

કેટલો વધારો કરાયો 

  • સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઈન્ટર્નને રૂ. 21,840
  • ડેન્ટલમાં રૂ. 20,160
  • ફિઝીયોથેરાપીમાં રૂ.13,440 
  • આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂ. 15,120  

અન્ય કેટલો વધારો કરાયો

  • ડિગ્રીના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.1,00,800, બીજા વર્ષમાં રૂ.1,02,480, ત્રીજા વર્ષમાં રૂ.1,05,000, ચોથા વર્ષ (સિનિયર રેસીડન્ટ) અને ક્લીનીકલ આસિસટન્ટને રૂ.1,10,880નો લાભ મળશે.
  • સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.1,20,960, બીજા વર્ષમાં રૂ.1,26,000 અને ત્રીજા વર્ષમાં રૂ.1,34,400 
  • ડેન્ટલ રેસીડન્ટ(ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.78,960, બીજા વર્ષમાં રૂ.81,480, ત્રીજા વર્ષમાં રૂ.83,496,
  • ફિઝીયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.35,280 અને બીજા વર્ષમાં રૂ.43,680 ચૂકવવામાં આવશે.
  • મેડિકલ રેસીડન્ટ(ડિપ્લોમાં)ને પ્રથમ વર્ષમાં રૂ.75,600 અને બીજા વર્ષમાં રૂ.82,320 સ્ટાઇપેન્ડ ચૂકવાશે.
  • આયુર્વેદિક સેવાઓમાં પી.જી. રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.50,400, બીજા વર્ષમાં રૂ.53,760 અને ત્રીજા વર્ષમાં રૂ. 57,120 ચૂકવવામાં આવશે.

સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ 01/04/2024ની અસરથી અમલમાં
તદ્ઉપરાંત GMERS સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સને રૂ. 21,840, જુનીયર રેસીડન્ટ્સને રૂ.1,00,800 અને સિનિયર રેસીડન્ટ્સ ને રૂ. 1,10,880 ચૂકવવામાં આવશે. GMERS સંચાલિત મેડિકલ કૉલેજના અનુ-સ્નાતક અભ્યાસક્રમના જુનિયર અને સિનિયર રેસીડન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં રૂ. 1,00,800, બીજા વર્ષમાં રૂ. 1,02,480, ત્રીજા વર્ષમાં રૂ. 1,05,000 ચોથા વર્ષમાં (સિનિયર રેસીડન્ટ અને ક્લીનીકલ આસિસટન્ટ)ને રૂ. 1,10,880 સ્ટાઇપેન્ટ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ તા. 01/04/2024ની અસરથી અમલમાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news