બેઠક

Meeting Held Of Ministers And Officers At Kamalam PT4M8S

કમલમ ખાતે મંત્રીઓ અને પદાધિકારીઓની બંધ બારણે યોજાઈ બેઠક

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અનુપસ્થિતિમાં કમલમ પર સરકારના મંત્રીઓ તથા સંગઠન પદાધિકારીઓની સૂચક બેઠક યોજાઇ હતી. કમલમમાં બંધ બારણે આ બેઠક યોજાઇ હતી. ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, કૃષિ મંત્રી આર. સી.ફળદુ, મંત્રી વિભાવરી દવે બેઠકમાં હાજર રહ્યાં હતા.

Jan 27, 2020, 07:15 PM IST
Fatafat News: Education Minister Convenes Meeting Of Top Officers PT19M57S

ફટાફટ ન્યૂઝ: શિક્ષણ મંત્રીએ ઉચ્ચ અધિકારીઓની બોલાવી બેઠક

રાજ્યમાં 7000 શિક્ષણ સહાયકોની જગ્યાઓ પર ટૂંક સમયમાં મેરીટ યાદી જાહેર કરવાની શિક્ષણ વિભાગ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 28મી જાન્યુઆરીએ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી છે. કમિશનર ઓફ સ્કુલની કચેરી દ્વારા આ કવાયત હાથ ધરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી હતી.

Jan 25, 2020, 09:30 PM IST
Sexual Harassment Prevention Committee Meeting Of Saurashtra University PT7M1S

સૌરાષ્ટ્ર યુનિના જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક પૂરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જાતીય સતામણી નિવારણ કમિટીની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. કમિટીના ચેરમેન પ્રફુલાબેન રાવલે જણાવ્યું હતું કે, બેઠકમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપ સાંભળવામાં આવી છે. કમિટી દ્વારા હરેશ ઝાલાને રૂબરૂમાં બોલાવીને તેનું નિવેદન નોંધવામાં આવશે. ઓડિયો ક્લિપમાં જે યુવતીનો અવાજ છે તે યુવતીએ હજુ સુધી યુનિવર્સિટીને લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી. ઓડિયો ક્લિપમાં જ યુવતીનો અવાજ છે તે યુવતી ગમે ત્યારે જાતીય સતામણી નિવારણ કમિટી પાસે ફરિયાદ નોંધાવી શકે છે.

Jan 24, 2020, 08:10 PM IST
Total 89 Thousand Cases Pending In The Tax Tribunal PT2M2S

દિલ્હીમાં યોજાશે 2 દિવસની બેઠક, ટેક્સ સંબંધિત કેસો પૂર્ણ કરવા કરાશે વિચારણા

દેશભરમાં ટેક્સ સંબંધિત પેંડિગ કેસને નીપટાવવા ટેક્સ ટ્રિબ્યુનલ મોટું પગલું લેવા જઇ રહ્યું છે. ટેક્સ સંબંધિત બાકી રહેલા કેસ કેવી રીતે ઝડપી પુરા કરવા તેને લઇને મંથન કરવામાં આવશે. આ માટે સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ, સીબીડીટીના સભ્ય, રાજ્યોના હાઇકોર્ટના પ્રતિનિધિઓ મંથન કરશે. શુક્રવારથી શરૂ જવા જઇ રહેલી 2 દિવસની મુલાકાતમાં ટેક્સના મામલા કેવી રીતે જલ્દીથી પુરા કરી શકાય તે અંગે ચર્ચા થશે. એટલું જ નહીં, આ બેઠકમાં કેન્દ્રિય કાયદામંત્રી રવિશંકરપ્રસાદ પણ ઉપસ્થિત રહેશે. દેશભરમાં ટેક્સ ટ્રિબ્યુનલમાં કુલ 89 હજાર કરતાં વધારે કેસ પેન્ડિંગ છે. ત્યારે બાકી રહેલા કેસ જલ્દીથી પુરા કરવા માટે વિચાર વિમર્શ થશે.

Jan 23, 2020, 10:55 PM IST
Vadodara District Pramukh Dilubha Chudasam Arrives To Meet Ketan Inamdar PT12M56S

વડોદરા જિલ્લા પ્રમુખ દિલુભા ચૂડાસમા પહોંચ્યા કેતન ઈનામદારને મળવા

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે કેતન ઈનામદારે રાજીનામું આપ્યાના 24 કલાક થઇ ગયા બાદ વડોદરા જિલ્લા ભાજપનાં પ્રમુખ કેતન ઈનામદારને મળવા પહોંચ્યા હતા.

Jan 23, 2020, 08:10 PM IST

કેતન ઈનામદારને મનાવવાની કવાયત, આજે વાઘાણી અને નારાજ MLA વચ્ચે મુલાકાત

સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. ગુજરાત ભાજપ પ્રમુખ જિતુ વાઘાણી સાથે આજે ગાંધીનગરમાં તેમની મુલાકાત થવાની છે. આ અગાઉ કેતન ઇનામદારે Zee 24 kalak સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમનાં વિકાસનાં કામો નહી થતા હોવાનાં કારણે તેમણે રાજીનામું આપ્યું હતું.

Jan 23, 2020, 09:03 AM IST
Important Meeting Of BJP In Region With CAA In Gandhinagar PT7M20S

ગાંધીનગરમાં CAAને લઇને પ્રદેશ ભાજપની મહત્વની બેઠક

ગાંધીનગરમાં CAAને લઇને પ્રદેશ ભાજપની મહત્વની બેઠક યોજાઇ હતી. સમગ્ર અહેવાલ માટે જુઓ વીડિયો...

Jan 22, 2020, 06:55 PM IST
Meeting With The Newly Appointed BJP President In Delhi PT4M3S

દિલ્હીમાં નવનિયુક્ત અધ્યક્ષ સાથેની બેઠકમાં થઇ ચર્ચા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે પી નડ્ડાએ સુકાન સંભાળ્યુ છે અને અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળતાની સાથે તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ અને પ્રમુખો સાથે બેઠક પણ કરી છે. તેમણે રાજ્યોના સંગઠન માળખા વિષે પણ જાણકારી મેળવી છે. ત્યારે 15 ફેબુઆરી સુધીમા ગુજરાત પ્રદેશ સંગઠનનું નવુ માળખું અસ્તિત્વમા આવે એવી સંભાવના છે.

Jan 22, 2020, 05:35 PM IST
Ex MLA Council Meeting In Gandhinagar, Will Protests On 27 January PT6M19S

EX MLA કાઉન્સિલની ગાંધીનગરમાં મળી બેઠક, 27 જાન્યુઆરીએ કરશે ધરણાં

ગાંધીનગર સરકીટ હાઉસ ખાતે એકસ એમએલએ કાઉન્સિલની બેઠક મળી હતી. ગુજરાત એક્સએમએલએ કાઉન્સિલના દાવા પ્રમાણે દેશમાં 28માંથી 27 રાજ્યો એક્સ એમએલએને પેન્શન આપે છે. ગુજરાત દ્વારા પણ એકસ ધારાસભ્યોને પેન્શન આપવું જોઈએ.

Jan 16, 2020, 04:10 PM IST
Meeting Of Opposition Partys Regarding Current Political Situation In India PT3M31S

દેશની વર્તમાન રાજકીય સ્થિતિને લઇને વિપક્ષી દળોની બેઠક

દેશની વર્તમાન રાજકીય સ્થિતિને લઇને વિપક્ષી દળોની બેઠક યોજાશે. આ બેઠકમાં શિવસેના સહિત 4 પક્ષો ભાગ લેશે નહીં.

Jan 13, 2020, 05:40 PM IST
Important Meeting On CM Rupani's Residence, Discussion On New Organization PT4M51S

સીએમ રૂપાણીના નિવાસ્થાને મહત્વની બેઠક, નવા સંગઠનને લઇ થઇ ચર્ચા

અમિત શાહ મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ પતાવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને જવા રવાના થયાં. અહીં યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજા હાજર છે. નવા સંગઠનને લઈને મહોર લાગશે. નવા પ્રદેશ પ્રમુખ તરીકે પણ ચર્ચા થઈ છે. 20 જાન્યુઆરી સુધીમાં સંગઠન સંરચના પૂર્ણ થાય તેવી શક્યતા છે.

Jan 11, 2020, 05:05 PM IST
Completes Meeting Of Legislative Business Advisory Committee In Gandhinagar PT3M30S

વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ, સત્ર લંબાવવા કોંગ્રેસનો અસ્વીકાર

ગાંધીનગર ખાતે મળેલી વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થઇ ગઇ છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાની, સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, વિરોધપક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સહિતના નેતાઓએ હાજર રહ્યાં હતા. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ વાઘેલા સહિતના મંત્રીઓ પણ હાજર રહ્યાં હતા.

Jan 9, 2020, 04:30 PM IST
Meeting Of Legislative Business Advisory Committee Tomorrow PT3M22S

વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની આવતીકાલે બેઠક

વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની બેઠક સવારે 11 વાગ્યે વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, સિનિયર મંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, ઉપનેતા શૈલેષ પરમાર સહિતના નેતાઓ હાજર રહેશે. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની આગેવાની 10મી જાન્યુઆરીના રોજ મળનારી એક દિવસની બેઠકનું કામકાજ નક્કી કરશે.

Jan 8, 2020, 09:20 PM IST
Chief Minister Vijay Rupani Convened Urgent Meeting PT2M56S

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોલાવી તાકીદની બેઠક, જુઓ વીડિયો

એલ.આર.ડીની મહિલાઓ અને માલધારીઓના ચાલી રહેલા આંદોલનને લઈ સરકાર ચિંતિત દેખાઇ રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાકીદની બેઠક બોલાવી છે. આવતીકાલે સીએમ નિવાસ સ્થાને બેઠક મળશે. એસસી, એસટી અને ઓબીસી ઉપરાંત જીએડીના અધિકારીઓ, કાયદાવિદોની બેઠક બોલાવી છે. માલધારીઓ અને એલઆરડીની મહિલાઓનો પ્રશ્ન બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

Jan 8, 2020, 09:15 PM IST
PM Modi Has Important Meeting Before Central Budget PT4M54S

કેન્દ્રીય બજેટ પહેલા PM મોદીએ કરી મહત્વની બેઠક

કેન્દ્રીય બજેટ પહેલા દિલ્લીમાં પ્રધાનમંત્રી મોદીએ મહત્વની બેઠક યોજી હતી. દેશના અગ્રણી ઉદ્યોગકારો સાથે પીએમ મોદીએ ખાસ બેઠક કરી હતી. મુકેશ અંબાણી, રતન ટાટા, આનંદ મહિન્દ્રા, ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી.

Jan 6, 2020, 07:50 PM IST
Senior Ministers Of State Special Meeting Held In Gandhinagar PT5M11S

ગાંધીનગરમાં રાજ્યના સિનિયર મંત્રીઓની મળશે ખાસ બેઠક

રાજ્યના સિનિયર મંત્રીઓની ખાસ બેઠક મળશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાનીમાં આ બેઠક મળશે. વિધાનસભાના એક દિવસના સત્રમાં રાજ્યપાલના પ્રવચન તૈયાર કરવા બેઠક મળી હતી. 10મી જાન્યુઆરીના રોજ એક દિવસીય સત્રમાં રાજ્યપાલના પ્રવચનથી શરૂઆત કરવામાં આવશે. જો કે પ્રવચન પર ચર્ચા અને આભાર પ્રસ્તાવ ફેબ્રુઆરી માસમાં યોજાશે. આ બેઠકમાં સિનિયર મંત્રીઓ ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભભાઇ પટેલ, કુંવરજી બાવળિયા સહિતના નેતા હાજર રહેશે.

Jan 6, 2020, 07:45 PM IST
Meeting Of Health Department In Gandhinagar PT7M37S

ગાંધીનગરમાં CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિભાગની બેઠક

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને આરોગ્યને લગતી મીટીંગ યોજાઇ હતી. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ, આરોગ્ય કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. જોકે આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આરોગ્ય વિભાગની બેઠકમાં ગેરહાજર રહ્યાં હતા. મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક ચાલી રહી છે.

Jan 6, 2020, 04:55 PM IST
CM Rupani Arrives To Attend Gandhinagar BJP Meeting PT3M7S

ગાંધીનગર ભાજપની બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા સીએમ રૂપાણી

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આવી પહોંચ્યા હતા.

Dec 22, 2019, 03:45 PM IST
BJP Meeting In Gandhinagar, CM Rupani Will Have A Special Presence PT3M

ગાંધીનગરમાં ભાજપની બેઠક, સીએમ રૂપાણીની રહેશે વિશેષ ઉપસ્થિતિ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ બેઠક યોજાશે.

Dec 22, 2019, 01:45 PM IST
Meeting Held At Kamlam Today Under The Chairmanship Of Jitu Vaghani PT3M9S

જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આજે કમલમ ખાતે બેઠકનું આયોજન

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ બેઠક યોજાશે.

Dec 22, 2019, 10:30 AM IST