11 જૂન સુધી તોફાની વરસાદની હવામાન વિભાગની આગાહી, ગુજરાતનો આ વિસ્તાર થશે પ્રભાવિત
Trending Photos
અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી મધ્યગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યનાં અનેક વિસ્તારોમાં હજી પણ 11મી તારીખ સુધી તોફાની વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ શક્યતા વધારે છે.
હવામાન વિભાગના અનુસાર ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમી પવન છે. આગામી પાંચ દિવસ દરમિયાન સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, કચ્છ, ડાંગ, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, સુરત અને તાપી સહિતનાં જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, નવસારીમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની શક્યતા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં 10 જૂને ભારે વરસાદની આગાહી છે.
અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગરમાં 30થી 40 કિલોમીટરની ગતિએ પવન ફુંકાશે. આ સાથે ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. ગઇકાલે અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે