‘વાયુ’ના ગુજરાતમાં સાઈડ ઈફેક્ટ્સ દેખાયા : ક્યાંક વરસાદ, તો ક્યાંક વાતાવરણમાં પલટો

પંચમહાલના જિલ્લાના તમામ તાલુકાઓમાં અચાનક વાવાઝોડું આવ્યું. વાવાઝોડાને લઈને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. 

‘વાયુ’ના ગુજરાતમાં સાઈડ ઈફેક્ટ્સ દેખાયા : ક્યાંક વરસાદ, તો ક્યાંક વાતાવરણમાં પલટો

અમદાવાદ :ગુજરાતના વેરાવળમાં વાવાઝોડુ ત્રાટકવાનું છે, જ્યાંથી આ વાવાઝોડુ હવે માત્ર 350 કિલોમીટર દૂર છે. ત્યારે રાજ્યભરમાં તેની અસર દેખાવા માંડી છે. ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તેને પગલે રાજ્યના 6 જિલ્લામાં વરસાદ પડ્યો છે. 6 જિલ્લાના 23 તાલુકામાં વરસાદ પડ્યો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડા વિસ્તારમાં ૨૮ મી.મી એટલે કે એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ, તો કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યભરમાં વરસાદી વાદળાઓથી આકાશ છવાઈ ગયું છે.

પંચમહાલમાં વાવાઝોડું
પંચમહાલના જિલ્લાના તમામ તાલુકાઓમાં અચાનક વાવાઝોડું આવ્યું. વાવાઝોડાને લઈને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. અચાનક આવેલા વાવાઝોડાને લઈને કાલોલથી ડેરોલ ગામ વચ્ચે બે વૃક્ષો ધારાશાહી થઈ ગયા છે. જેને પગલે વાહન વ્યવહાર ખોરવાયો છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો થયો છે. નવસારીના ચીખલી તેમજ વાંસદા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી પડ્યો હતો. ચીખલી સહિતના વિસ્તારોમાં વીજળી ડુલ થતા લોકોને અંધારપટમાં રહેવાનો વારો આવ્યો હતો. વ્યારામાં વીજળી પડતા મહિલાનું મોત થયું હતું.

ક્યાં ક્યાં વાતાવરણ પલટાયુ

  • બનાસકાંઠામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. હાલમા ખેડૂતો બાજરીના પાકની કાપણી કરી રહ્યા છે, જો વરસાદ પડે તો તેમને નુકશાન થઈ શકે છે. ત્યારે વાતાવરણમા પલટાને લઈ ખેડુતો ચિંતિત બન્યા છે. 
  • પાટણ, અરવલ્લી તથા મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. આકાશમાં છૂટા છવાયા વાદળો ઘેરાયા છે. વાતાવરણમાં પલટાથી ગરમીમાં રાહત મળી.
  • વલસાડમાં દરિયાના મોજા શક્તિશાળી બન્યા. જોકે, દરિયા કિનારા પર કોઈ પણ તંત્ર કે પોલીસ કાફલો નહિ
  • સાબરકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. હિંમતનગરમાં વહેલી સવારથી આકાશ વાદળોથી ઘેરાયુ. જોકે, રાત્રિ દરમિયાન ભારે બફારો બની રહ્યો હતો. વહેલી સવારથી ગરમીમાં રાહત મળી. 
  • ભરૂચ જિલ્લાના તાલુકાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો. આમોદ અને જંબુસરમાં અમીછાંટણા પડ્યા.
  • ડભોઈના ચાંદોદ ખાતે વરસાદનું આગમન થયું. પવન સાથે વરસાદ થતા લોકોને અસહ્ય ગરમીમાંથી છૂટકારો મળ્યો. 
  • વાયુ વાવાઝોડાની અસર જોવા મળી. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. 
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news