રાજકોટના અમીન માર્ગ નજીક 12 હજારથી વધુ શ્રાવકોનું સામુહિક પ્રતિક્રમણ
સંવત્સરીના પવિત્ર દિવસે નમ્રમુનિ મહારાજની આગેવાનીમાં કરવામાં આવેલા આ પ્રતિક્રમણમાં જૈન ઉપરાંત અન્ય સમાજના ભાઈઓ-બહેનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો
Trending Photos
રાજકોટઃ રાજકોટ શહેરના અમીન માર્ગ નજીક જૈન સમાજ દ્વારા આયોજીત ડુંગર દરબાર ખાતે સૌ પ્રથમ વખત 12000 થી વધુ જૈન સમાજના ભાઈઓ-બહેનોએ સામૂહિક પ્રતિક્રમણ કર્યું હતું. જૈન સમાજના લોકોએ 75 સતીજીઓના સાંનિધ્યમાં કરેલા આ સામૂહિક પ્રતિક્રમણ દ્વારા એક્તા નવો ઇતિહાસ રચાયો છે. આ ઘટનાની વર્લ્ડ રેકોર્ડની વિવિધ બુકોમાં એન્ટ્રી પણ કરવામાં આવશે.
ગુરુવારે સંવત્સરીના પવિત્ર દિવસે નમ્રમુનિ મહારાજની આગેવાનીમાં કરવામાં આવેલા આ પ્રતિક્રમણમાં જૈન ઉપરાંત અન્ય સમાજના ભાઈઓ-બહેનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. 12000 ભાવિકોએ એકીસાથે સંવત્સરી પ્રતિક્રમણ કરી પોતાના પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું.
રંગીલા રાજકોટ શહેરના નામે અગાઉ પણ સામુહિક કાર્યક્રમના અનેક રેકોર્ડ નોંધાઈ ચૂક્યા છે. હવે જૈન સમાજે પણ સામુહિક પ્રતિક્રમણ દ્વારા એક નવો જ રેકોર્ડ સ્થાપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે