અંબાણી પરિવાર તરફથી ભગવાનને આમંત્રણ, દ્વારકાધીશને ભેટ ધરી મોંઘી કંકોત્રી...

ઇશા અંબાણીના લગ્નની સૌથી મોંધી જાજરમાન કંકોત્રી દ્વારકાધીશના ચરણોમાં મૂકવામાં આવી છે. ઇશા અંબાણીના ભાઇ અનંત અંબાણીએ દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરવામાં આવી છે.

અંબાણી પરિવાર તરફથી ભગવાનને આમંત્રણ, દ્વારકાધીશને ભેટ ધરી મોંઘી કંકોત્રી...

દ્વારકા: ઇશા અંબાણીના લગ્નની સૌથી મોંધી જાજરમાન કંકોત્રી દ્વારકાધીશના ચરણોમાં મૂકવામાં આવી છે. ઇશા અંબાણીના ભાઇ અનંત અંબાણીએ દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરવામાં આવી છે. સૌથી મોંધી કંકોત્રીને રૂપિયા 3 લાખમાં  તૈયાર કરવામાં આવી છે. અંબાણી પરિવાર દ્વારકાધીશને પહેલેથી માનતા હોવાથી શુભકાર્યમાં દ્વારકધીશ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરવામાં આવે છે. માટે જ અનંત અંબાણી દ્વારા ભગવાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

શું છે કંકોત્રીની ખાસીયતો 
દેશની અને ઇતિહાસની સૌથી મોંધી ગણાતી અંબાણી પરિવારની પુત્રીના લગ્નની કંકોત્રીમાં ગુલાબી રંગના બોક્સમાં સોનાથી ભરતકામ કરવામાં આવ્યું છે. કંકોત્રીમાં પ્રસંગને અનુરૂપ 4 નાના બોક્સ મુકવામાં આવ્યા છે. કંકોત્રીમાં મા ગાયત્રીનો ફોટો તથા ભગવાન ગણેશનો ફોટા સાથે વાળી મોતીની માળા મુકવામાં આવી છે. આ ઉપરાંત કંકોત્રીમાં 4 ગોલ્ડ પ્લેટેડ ચેઇન પણ મુકવામાં આવી છે.

Amabani--Invitation-card

કંકોત્રી નહિ પણ બોક્સ 
આ આમંત્રણ સામાન્ય કાર્ડ જેવું જ નથી, પરંતુ એક બૉક્સ જેવું બનાવવામાં આવ્યું છે. સૌ પ્રથમ, જ્યારે તમે તેને ખોલો છો, ત્યારે તેમા 'IA' લખેલુ જોવા મળશે' જેનો અર્થ ઇશા-આનંદ થાય છે. એક મોટા બોક્ષ પેકિંગમાં બનાવવામાં આવેલી આ કંકોત્રીમાં સંગીત સેરેમની, લગ્ન સેરેમની જેવા અલગ અલગ પ્રસંગોના કાર્ડ મુકવામાં આવ્યા છે. ઇશા અંબાણીની કંકોત્રી બનાવવા માટે વિશેષ મટીરીયલ લાવવામાં આવ્યું હતું  હાલ અંબાણી પરિવાર દ્વારા આંમત્રિતોને આ ભવ્ય કંકોત્રી પહોચતી કરી દેવામાં આવી છે. તે પહેલા સૌ પ્રથમ કંકોત્રી દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news