નિકોલમાં પ્રણય ત્રિકોણમાં હત્યા, પોલીસે આરોપીની ધરપકડ કરતા થયા ચોંકાવનારા ખુલાસા

Updated By: Jun 5, 2020, 09:19 PM IST
નિકોલમાં પ્રણય ત્રિકોણમાં હત્યા, પોલીસે આરોપીની ધરપકડ કરતા થયા ચોંકાવનારા ખુલાસા
  • એક ફુલ દો માલીનો વિવાદ
  • નિકોલમા એક યુવતીના પ્રેમમા થઈ હતી હત્યા
  • એક તરફી પ્રેમમા યુવકે યુવતીના પ્રેમીની કરી હત્યા
  • પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમા એક ફુલ દો માલીની લડાઈમા એક યુવકની હત્યા થઈ. એક તરફી પ્રેમમા પાગલ યુવકની  કઠવાડામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. જોકે આ હત્યાકેસમાં પોલીસે 3 આરોપીની કરી ધરપકડ છે.

અમદાવાદમાં આખા દિવસના મેઘાડંબર બાદ સાંજે પશ્ચિમ અમદાવાદમાં તોફાની વરસાદ તુટી પડ્યો

કઠવાડામાં આવેલ ગોકુલ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ખૂની ખેલ ખેલાયો હતો. નિકોલમા રહેતા રણજીત પરીહાર અને સોનુ રાજપુત વચ્ચે ઝઘડો ચાલી રહયો હતો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ થતા રણજીત અને સોનુ વચ્ચે મારામારી થઈ હતી. બે પક્ષના લોકો તલવાર વડે આમને સામને હુમલો કરવાનું શરૂ કર્યું. જેમાં 27 વર્ષીય રણજીતસિંહ પરીહાર નામના યુવકને આરોપી સોનુ રાજપૂત, અનિલ રાજપૂત સહિત પાંચ લોકો ભેગા મળી માથા અને પેટના ભાગે તલવારના ધા ઝીકી લોહીલુહાણ કરી દેતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેમાં ત્રણ લોકો ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હત્યા કેસમા આઠ લોકો વિરૂધ્ધ ગુનો નોંધીને 3 આરોપીની ધરપકડ કરી છે.

અબ કી બાર 500 પાર: ગુજરાતમાં અનલોક 1 પછી કોરોના આંક કૂદકે ને ભૂસકે વધ્યો

હત્યા પાછળનુ કારણ તપાસ કરતા સામે આવ્યુ હતુ કે સોનુ અને રણજીત બંન્ને એક જ યુવતીને પ્રેમ કરતા હતા. આ યુવતી રણજીતની સારી મિત્ર હતી. સોનુ આ યુવતીને મેળવવા અવાર-નવાર તેને હેરાન કરતો હતો. જેથી રણજીતે અનેક વખત સોનુને ઠપકો પણ આપ્યો હતો. હત્યાના દિવસે પણ રણજીત અને આ યુવતી બંન્ને એક સ્થળે બેઠા હતા. ત્યારે સોનુ ત્યા આવી પહોચ્યો હતો અને ઝઘડો શરૂ કર્યો. જેમા રણજીતની કરપીણ હત્યા કરીને સોનુ ફરાર થઈ ગયો.

વડસાવિત્રી: કોરોના કહેર વચ્ચે પણ મહિલાઓએ પતિનાં લાંબા આયુષ માટે કરી પ્રાર્થના

મહત્વનુ છે કે બે પક્ષ આમને સામને તલવાર વડે જીવલેણ હુમલો કરતા બને પક્ષના લોકો ઇજા પહોંચી છે. નિકોલ પોલીસે ક્રોસ ફરિયાદ પણ નોંધી હતી. પકડાયેલા આરોપીમા અનીલ ઉર્ફે અજીત રાજપુત, સુશીલ રાજપુત અને રવિની ધરપકડ કરવામા આવી છે. જયારે સોનુ રાજપુત ફરાર થઈ જતા તેને શોધખોળ શરૂ કરવામા આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર