ગુજરાતમાં તૈયારીઓ શરૂ! આવી રહ્યું છે ભારે પવનો સાથે વંટોળ, ઓટ હોવા છતાં દરિયો બન્યો તોફાની

Monsoon 2024: આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયુ છે. ખાસ કરીને 2જી જુન સુધી નવસારીના 52 કિલોમીટરના દરિયા કાંઠામાં ઐતિહાસિક દાંડી અને ઉભરાટના દરિયા કાંઠે સહેલાણીઓ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં તૈયારીઓ શરૂ! આવી રહ્યું છે ભારે પવનો સાથે વંટોળ, ઓટ હોવા છતાં દરિયો બન્યો તોફાની

Gujarat Monsoon 2024: ભારે પવનો સાથે વંટોળ વાવાની હવામાન વિભાગની આગાહીને પગલે નવસારી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયુ છે. ખાસ કરીને 2જી જુન સુધી નવસારીના 52 કિલોમીટરના દરિયા કાંઠામાં ઐતિહાસિક દાંડી અને ઉભરાટના દરિયા કાંઠે સહેલાણીઓ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આજે સવારથી દાંડીના દરિયા કિનારે પવનોની ઝડપ જોવા મળી હતી. 

જોકે ઓટ હોવા છતાં પવનોને કારણે દરિયો કિનારાની નજીક અને મોજા પણ ઉંચા ઉછળી રહ્યા હતા. બપોરે ભરતી શરૂ થયા બાદ દરિયામાં કરંટ જોવા મળશેની સ્થાનિકો અનુમાન લગાવી રહ્યા છે. જોકે કાંઠે સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ અને હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, જેથી કોઈ દરિયામાં ન જઈ શકે. 

બીજી તરફ દરિયા કાંઠે 20 – 30 કિમીની ઝડપે તેમજ દરિયામાં 50 કિમીની ઝડપ કરતા વધુ ફૂંકાવાની સંભાવનાને જોતા માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જયારે ગ્રામ્ય સ્તરે TDO અને તલાટીઓને પણ સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે. ત્યારે વંટોળ ફૂંકાઇ ત્યારે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સતર્ક બન્યુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news