Gujarat Monsoon arrival Date: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી વરસાગ વરસી રહ્યો છે. આ બાદ સૌરાષ્ટ્ર પર પણ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુંલેશના કારણે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આજે વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થયા છે. કમોસમી વરસાદના કારણે વિસ્તારના ખેડૂતો મુશ્કેલીઓ મુકાયા છે. બીજી બાજુ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. કપરાડાના સુથારપાડા, વિરક્ષેત્ર, માલઘર અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
Gujarat Weather Forecast: દેશમાં આકરી ગરમી વચ્ચે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાન બગડશે. તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે, પરંતુ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. એપ્રિલની શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનનો પારો 2-4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. ચાલો જાણીએ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને ભારતીય હવામાન વિભાગે શું આપ્યું છે ભયાનક એલર્ટ?
સાયકલોનિક સર્ક્યુલેશનની મોન્સૂન ટ્રફ ગુજરાતમાં એક્ટિવ થતા વરસાદની શક્યતાઓ સર્જાઈ હતી. આગામી 24 કલાક પછી આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પાલનપુરમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જોકે સામાન્ય વરસાદે જ પાલનપુર નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે.
rainfall update:રાજ્યમાં મેઘાની તોફાની બેટિંગ.. 133 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 8 ઈંચથી વધુ વરસાદ. પાલનપુર, વિસનગર થયું પાણી પાણી. અરવલ્લીના મેઘરજમાં પણ ભરાયા વરસાદી પાણી.
Gujarat Monsoon Update: ગુજરાતમાં એક સાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદની તીવ્રતા વધી છે. રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય છે. જેને કારણે હજુ આજે પણ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એક ઓફ શોર ટ્રફ કે જે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી લંબાયો છે. તેને કારણે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.
આગાહી વચ્ચે વલસાડનો તિથલ દરિયો તોફાની બન્યો છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તિથલ બીચ પર 15થી 20 ફૂટ ઊંચા મોજાં ઊછળી રહ્યા છે. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા લોકો હેરાન પરેશાન થતાં જોવા મળ્યા હતા, ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કતારગામ, સિંગણપોર સહિતના વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે.
આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ આગાહી કરાઈ છે. આગામી ત્રણ કલાકમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં, અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈને નાઉ કાસ્ટ જાહેર કર્યું છે. જી હા...હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજકોટમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. બપોરે 1 કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. રૈયા રોડ, કાલાવડ રોડ, સાધુવાસવાણી રોડ, ગાંધીગ્રામ, યુનિવર્સીટી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.
Gujarat Heavy Rains: હવામાન વિભાગની સાથે આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 24થી 26 જૂન વચ્ચે ભારે વરસાદ વરસવાની આગાહી છે. જેમાં ખાસ કરીને આહવા, ડાંગ, વલસાડમાં 7થી 8 ઈંચ વરસાદ પડવાનું અનુમાન છે. સુરત, નવસારી, તાપીમાં 4થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ 3 દિવસ સારો વરસાદ રહેશે. મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. જેથી 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે.
Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદ અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જી હા...રાજ્યમાં વરસાદનું યેલો અને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે છે. આજે વલસાડ, દમણ, દાદરાનગર નગર હવેલી, વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે. આ સિવાય આજે તાપી, સુરત, ભરૂચ, નર્મદા, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં યેલો અલર્ટ અપાયું છે.
Gujarat Heavy Rain: વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં સાવચેતીના ભાગ રૂપે એક NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.NDRF દ્રારા પૂરગ્રસ્ત વિસ્તારના લોકોને સૂચનો કરવામાં આવ્યા અને સાથે સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ પરિસ્થિતિનો ત્યાગ મેળવવામાં આવ્યો હતો.
દક્ષિણમાં દેધનાધન અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદ બાદ ચોમાસું આગળ વધવા લાગ્યું છે. હવેનો વરસાદ ભારે પવન અને આંધી સાથે તોફાની બનવા જઈ રહ્યો છે, તેનો અણસાર પણ દરિયામાં દેખાવા લાગ્યો છે.
Gujarat Monsoon 2024: અગામી 7 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવમાં આવી છે. ત્યારે હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે વલસાડનો તિથલ દરિયો તોફાની બન્યો છે. સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તિથલ બીચ પર 15થી 20 ફૂટ ઊંચા મોજાં ઊછળી રહ્યા છે. વલસાડ જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદને પગલે NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્રએ આગોતરી તૈયારી કરી દીધી છે.
Gujarat Weather Forecast: ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદની લઇને મોટી આગાહી આવી છે. તેમણે આગાહી કરી કે 23 જુન બાદ ગુજરાતમાં વરસાદ આવશે. 28થી 30 જુન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ, હવામાન વિભાગે પણ આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે.
Gujarat Weather Prediction: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો થઈ, પરંતુ માત્ર દક્ષિણ ગુજરાતમા જ વરસાદ છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં હજી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માત્ર છૂટાછવાયા વરસાદની આગાહી છે. ગુજરાતના બાકીના જિલ્લાઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે, ત્યારે એક આનંદના સમાચાર આવ્યા છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણમાં ભારે વરસાદ આવશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યલેશન બન્યું છે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
Gujarat Monsoon 2024:દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખાબકી શકે છે. ગુજરાતના નર્મદા, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, અને દ્વારકામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ. આગામી અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Weather Forecast : આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કરતા જણાવ્યું કે આજથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. ગઈકાલ રાતથી જ વરસાદની અસર શરુ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં સારો વરસાદ આવશે. બુધ અને શુક્ર ગ્રહ આદ્રા નક્ષત્રમાં આવતા વરસાદની આગાહી છે. 17 થી 28 જૂન સુધી રાજ્યમાં વરસાદ રહેશે. આદ્રા નક્ષત્રનો વરસાદ ખેડૂતો માટે સારો ગણાય છે. આજે ભીમ અગિયારસ હોવાથી ગુજરાતના ખેડૂતો મુહૂર્તમાં વાવણી કરશે.
Gujarat Weather Forecast: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 4 દિવસ સમાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ 4 દિવસ બાદ ચોમાસુ સક્રિય થવાના સંકેત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ આવ્યો છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષે સારા વરસાદની આગાહી છે. 17થી 22 જૂન સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ આવશે.