તંત્રની બેદરકારીના કારણે આ યુવાને ગુમાવી પડી ક્લાસ-2ની સરકારી નોકરી

સરકાર દ્વારા એક તરફ બેરોજગારોને રોજગારી મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં એવો કિસ્સો સામે આવ્યો છે કે, યુવાનને સરકારી તંત્રના વાંકે કલાસ2ની નોકરી ગુમાવવી પડી છે.

તંત્રની બેદરકારીના કારણે આ યુવાને ગુમાવી પડી ક્લાસ-2ની સરકારી નોકરી

સમીર બલોચ/અરવલ્લી: સરકાર દ્વારા એક તરફ બેરોજગારોને રોજગારી મળે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં એવો કિસ્સો સામે આવ્યો છે કે, યુવાનને સરકારી તંત્રના વાંકે કલાસ2ની નોકરી ગુમાવવી પડી છે.

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જાલમખાંટના મુવાડાગામના ભલાભાઈ ખાંટના પુત્ર શૈલેષને મહામહેનતે ભણાવી ગણાવી નોકરી મળે તે માટે પ્રયત્નો કર્યા હતા. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં તેમને હિસાબી અધિકારી વર્ગ 2ની નોકરી માટે ઓનલાઈન અરજી કરી હતી. અને તેમનો દીકરો સરકારી નોકરીએ લાગે તે માટે સપના સેવ્યા હતા. પરંતુ શૈલષભાઈને સરકારી નોકરીનું સપનું માત્ર સપનું જ રહી જશે તે તેમને ખબર ન હતી.

કોંગ્રેસમાં ભડકાના અણસાર: અલ્પેશ ઠાકોરના સમર્થનમાં ધવલસિંહે આપ્યું મોટુ નિવેદન

સરકારી તંત્રના વાંકે તેઓ પ્રમાણપત્ર ચકાસણીના ઈન્ટરવ્યુમાં પહોંચી શક્યા નથી. શૈલેષકુમાર ભલાભાઈ ખાંટ આશરે 5 મહિના અગાઉ જી.એસ.આર.ટી.સીમાં ઓનલાઈન અરજી કરી હતી. જેનું પ્રમાણપત્ર ચકાસણીના ઈન્ટરવ્યુમાં કોલ લેટર મોડો મળતા તે ઈન્ટરવ્યુમાં પહોંચી શક્યા નથી. અને તેમને નોકરી માટેની તક ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે, તેમને આ ઈન્ટરવ્યુ આપવા માટે એક તક મળે.

આ જે કોલલેટર છે તે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યુ હતું. જેનો ટ્રેકર નંબર EG215739558IN સ્પીડ પોસ્ટના ટ્રેકર સોફ્ટવેરમાં તપાસ કરતા આ જે કોલ લેટર છે. તે કોલ કેટર ઈન્ટરવ્યુની તારીખ બાદ 3 તારીખે સ્પીડ પોસ્ટ કરવામાં આવ્યું હોય તેવુ સામે આવ્યું છે. ત્યારે આ મામલે નિષ્પક્ષ અને તટસ્થ થાય તો મોટું ષડયંત્ર સામે આવે તેવી સંભાવના છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news