Ahmedabad: અનૈતિક સંબધમાં પરિવાર વિંખાયો, પ્રેમી અને બહેનપણી સાથે મળી પતિની હત્યા કરી, બે બાળકો અનાથ બન્યા!
અમદાવાદ શહેરમાં પતિ પત્ની અને વો નો કિસ્સો અનૈતિક સંબધે લીધો એકનો ભોગ લીધો છે. પત્નીએ પ્રેમી અને મિત્ર સાથે મળી પતિની હત્યા કરી છે. સમગ્ર ઘટનાનો ભેદ જ્યારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે મહેશના ગુમ થવાની તેના પિતાએ ફરિયાદ નોંધાવી ત્યારબાદ ઉકેલાયો હતો.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટના વધી રહી છે. ત્યારે ફરી એક વખત શહેરમાં પતિ પત્ની અને વોનો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પત્નીએ પ્રેમી અને મિત્ર સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
અમદાવાદ શહેરમાં પતિ પત્ની અને વો નો કિસ્સો અનૈતિક સંબધે લીધો એકનો ભોગ લીધો છે. પત્નીએ પ્રેમી અને મિત્ર સાથે મળી પતિની હત્યા કરી છે. સમગ્ર ઘટનાનો ભેદ જ્યારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે મહેશના ગુમ થવાની તેના પિતાએ ફરિયાદ નોંધાવી ત્યારબાદ ઉકેલાયો હતો. છેલ્લા કેટલાંક દિવસથી મહેશ મળી ના આવતા જ્યારે પોલીસે મહેશની પત્ની, પ્રેમી અને મિત્રને પોલીસ સ્ટેશન લાવી ત્રણેની પૂછપરછ કરી ત્યારે ત્રણેય પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
મહેશનું ગળું કાપનાર અનસ ઉર્ફે લાલો
પોલીસ આગળ આરોપીઓએ કબૂલાત કરી કે પત્ની મિરલના પ્રેમી અનશએ મયુરને કામ અર્થે બોલાવી બાદમાં કઠવાડા ગામ ખાતે અરવિંદભાઈ અંબાલાલ પટેલની જમીન પર આવેલ કુવા ખાતે લઇ જઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેનું મોત નીપજાવી દીધું. અને કોઈને ઘટનાની જાણ ન થાય તેના માટે હત્યારા પ્રેમીએ મહેશના મૃતદેહને કુવામાં નાખી દિધો હતો. જેની જાણ પોલીસને થતા પોલીસે સ્થળ પર પહોંચી ફાયર બ્રિગેડની મદદ લઈને મૃતદેહ બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે ઘટનામાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ થતાં તપાસ કરતા ગુનાનો ભેદ ઉકેલાતા નિકોલ પોલીસ સ્ટેશનમાં હત્યાનો બનાવ બનતા નિકોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે ત્રણે સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેશ ઉર્ફે મયુર પટેલ
શું બની હતી સમગ્ર ઘટના?
મહેશ ઉર્ફે મયુર મૂળ સાવરકુંડલાનો રહેવાસી છે.જેના 8 વર્ષ પહેલા મિરલ ઉર્ફે મીરા સાથે લગ્ન થયા હતા. જેઓને લગ્ન ગાળામાં 2 સંતાન પણ છે. એક વર્ષ પહેલા મયુર તેની પત્ની સાથે કામ ધંધા અર્થે અમદાવાદ ખાતે તેની સાસરી કૃષ્ણનગર ખાતે શિફ્ટ થતો હતો અને રિક્ષા ચલાવતો હતો. 10 દિવસ પહેલા મયુર તેના પિતાને ફોન કરીને જણાવ્યુ હતુ કે તેની પત્ની મિરલને અનશ ઉર્ફે લાલો મન્સૂરી જે કઠવાડા ગામે રહે છે. તેની સાથે આડા સંબંધો છે. કેમ કે થોડા દિવસ પહેલા મયુર, મીરલ, અનશ અને ખુશી બાળકો સાથે રાજસ્થાન ફરવા ગયા હતા ત્યારે મિરલ તેના બને બાળકોને મૂકીને અનશ સાથે ફરવા ગઈ હતી. જે અંગે કોઈને જાણ નહિ કરવા મિરલે મહેશને ધમકી આપી હતી અને જો કોઈને જાણ કરશે તો તેને મારી નાખવાની પણ ધમકી આપી હતી. જેથી મહેશની અનૈતિક સંબંધની શંકા પ્રબળ બની હતી.
પરિવાર દ્વારા મિરલને લગ્ન સંબંધ ન રાખવા માટે સમજાવવામાં આવી હતી. જેને થોડા દિવસ બાદ એટલે કે 5 જાન્યુઆરીએ ફરી મહેશે તેના પિતાને ફોન કર્યો હતો અને જણાવ્યું કે તે તેના બંને બાળકો સાથે વતન પરત આવી રહ્યો છે. બસ એ છેલ્લો ફોન હતો કે મહેશની પિતાની સાથે છેલ્લી વાત થઈ. જે બાદ મહેશનો ફોન બંધ થઈ ગયો અને પછી પુત્રવધુને ફોન કરતાં તેનો ફોન તેની મિત્ર ખુશીએ ઉપાડ્યો અને મહેશ ઘરે નથી અને બધું સલામત છે તેવું જણાવ્યું હતું.
જોકે પિતાને દીકરાની ચિંતા સતાવતી હતી જેથી પરીવારની મદદ લઈને ઘરે તપાસ કરાવી તેમજ 6 જાન્યુઆરીએ મહેશના પિતા અમદાવાદ પુત્રની ભાળ લેવા પહોંચ્યા. ત્યારે ખબર પડી કે મહેશ ઘરેથી ગાયબ હતો અને બાદમાં 7 જાન્યુઆરીએ સમગ્ર મામલો કૃષ્ણનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, જ્યાં પત્ની મિરલ અને તેના પ્રેમી અનશ અને મિત્ર ખુશીને લાવી પૂછપરછ કરતાં તેઓ હત્યા કર્યાનું કાવતરું રચ્યાની કબૂલાત કરી અને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાઇ ગયો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે મીરલની મિત્ર ખુશી થકી મીરલ અને અનશ સંપર્કમાં આવ્યા હતા. તેમજ ખુશી મહેશના હત્યા માટે ચડામણી પણ કરતી હતી. 5 જાન્યુઆરીએ જ અનશે મહેશને બોલાવીને તેની હત્યા કરી નાખી હતી. જે સમગ્ર મામલે નિકોલ પોલીસે ત્રણેને પકડી વધુ તપાસ શરૂ કરી છે.
હાલ તો પિતાની પુત્ર માટેની ચિંતાને કારણે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. જોકે હજુ પોલીસે તપાસ કરી રહી છે કે મીરલ અને અનશ કેટલા સમયથી સંપર્કમાં હતા. જોકે આ ઘટના પરથીએ એટલું કહી શકાય કે પતિ પત્ની અને વોના કિસ્સામાં એક વ્યક્તિ એ જીવ ગુમાવ્યો. તો પત્ની અને તેનો પ્રેમી અને મિત્રને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો. બીજી બાજુ બે બાળકો અનાથ બની ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે