2022 ની ચૂંટણી પહેલાં નવી ટોપીઓ વાળા આવ્યાં છે, કોઈએ એમાં ભરમાવું નહીં: નીતીન પટેલ

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ધીરે-ધીરે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. એક તરફ ભાજપના પ્રદેશ પ્રમુખે વર્ષ 2017ની ચૂંટણી કરતા વધારે બેઠકો લાવવાનો દાવો કર્યો છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી છે. 

2022 ની ચૂંટણી પહેલાં નવી ટોપીઓ વાળા આવ્યાં છે, કોઈએ એમાં ભરમાવું નહીં: નીતીન પટેલ

તેજસ દવે, મહેસાણાઃ વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં ધીરે-ધીરે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. એક તરફ ભાજપના પ્રદેશ પ્રમુખે વર્ષ 2017ની ચૂંટણી કરતા વધારે બેઠકો લાવવાનો દાવો કર્યો છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યા બાદ આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતરી છે. જ્યારે કોંગ્રેસ હજુ પણ પોતાની હારના કારણો શોધવામાં પડી છે. તેથી આ વખતનો ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જોવા જેવો હશે. 

No description available.

આ સ્થિતિને વચ્ચે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે મહેસાણામાં જાહેર મંચ પરથી આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી. નીતિન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યુંકે, કોરોનાના કપરાં કાળમાં પણ ભાજપ સરકાર અને ભાજપના કાર્યકરો સતત પ્રજાની વચ્ચે રહ્યાં છે. અમારી પાર્ટી પ્રજાની વચ્ચે રહીને પ્રજાની સેવામાં સતત ખડે પગે રહી છે. 2022 પહેલાં નવી ટોપીઓ વાળા આવ્યાં છે પણ કોઈએ એમાં ભરમાવવાની જરૂર નથી. ગુજરાત રાજ્ય મોડલ રાજ્ય હતું અને રહેવાનું છે. પ્રજા અમારી સાથે છે અને પ્રજાને અમારા પર વિશ્વાસ છે. ગુજરાતમાં ત્રીજો પક્ષ કયારેય ચાલ્યો નથી ને ચાલવાનો નથી.

BMW એ ભારતમાં લોન્ચ કરી 2 Sports Bike, Looks જોઈને થઈ જશો ફિદા

આ ઉપરાંત નીતીન પટેલે ચીન પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા. કોરોના ગાઈડલાઈન અને વેકસીનેસનની જાગૃતતાને લઈ ચીન પર નિશાન ટાંકી નીતીન પટેલે ઉદાહરણ આપ્યું હતું. નીતીન પટેલે કહ્યું હતુંકે, કોરોના ચીન જેવો છે અને ચીન કોરોના જેવો છે, એટલે એ ગમે ત્યારે ગમે તે કરે એનો વિશ્વાસ ના કરાય.

મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં એક સાથે બે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર ની આગવી ઓળખ યોજના હેઠળ વિસનગર સ્થિત પીંડારિયા તળાવના નવીનીકરણ બાદ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. તો બીજી તરફ જી.ડી. જનરલ  હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલા નવીન ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સી.આર.પાટીલની હાજરીમાં નીતિન પટેલે આમ આદમી પાર્ટી અને ચીન પર વાક પ્રહાર કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news