નિત્યાનંદ આશ્રમમાં ગોરખધંધા... આ મામલે પ્રખ્યાત DPS શાળાનું નામ પણ ચગ્યું, જાણો કેમ

અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ (Hathijan) વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો. આ સંજોગોમાં માતાપિતાએ આરોપ મૂક્યો છે કે સ્વામી નિત્યાનંદે મારી પુત્રીની હત્યા કરી છે અથવા તો નિત્યાનંદ એને ભગાડીને વિદેશ લઈ ગયો છે અને તેને અજ્ઞાત જગ્યાએ રાખવામાં આવી છે. 
નિત્યાનંદ આશ્રમમાં ગોરખધંધા... આ મામલે પ્રખ્યાત DPS શાળાનું નામ પણ ચગ્યું, જાણો કેમ

અમિત રાજપૂત, અમદાવાદ: અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ (Hathijan) વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો. આ સંજોગોમાં માતાપિતાએ આરોપ મૂક્યો છે કે સ્વામી નિત્યાનંદે મારી પુત્રીની હત્યા કરી છે અથવા તો નિત્યાનંદ એને ભગાડીને વિદેશ લઈ ગયો છે અને તેને અજ્ઞાત જગ્યાએ રાખવામાં આવી છે. 

આ બાજુ કેસમાં આજે નવો ખુલાસો થયો છે. પોલીસે આ પીડિતા સાથે હાઈક મેસેન્જરથી વાત કરી જેમાં પીડિતાએ કહ્યું છે કે 'હું મારી મરજીથી આશ્રમમાં રહેવા માંગુ છું. જો મને બળજબરીથી લઈ જવામાં આવશે તો તે મારી મરજી વિરુદ્ધ ગણાશે.' આજે આ યુવતીના માતા પિતાએ એક્સક્લુઝિવ રીતે ઝી 24 કલાક સાથે વાત પણ કરી જેમાં તેઓ  કહે છે કે અમને અમારી જ પુત્રીઓને મળવા દેવાતા નથી. આ સમગ્ર મામલે તેમણે વિસ્ફોટક વાતો રજુ કરી. આ સમગ્ર મામલે હવે હાથીજણની ડીપીએસ શાળાનું નામ પણ ચગ્યું છે. 

જુઓ LIVE TV

ડીપીએસ શાળા અને સર્વાજ્ઞ પીઠમ વચ્ચે લીઝ એગ્રીમેન્ટ
મળતી માહિતી મુજબ હાથીજણ ખાતેની ડીપીએસ શાળા અને યોગીની સર્વાજ્ઞ પીઠમ વચ્ચે લીઝ એગ્રીમેન્ટ થયો છે. નિયમમુજબ શાળા કેમ્પસમાં આશ્રમ પ્રવૃત્તિ થઈ શકે નહીં. જો DPS દ્વારા શાળા સંચાલનની મંજૂરી સમયે આશ્રમ અંગેની વિગતો છૂપાવી હશે તો પગલાં લેવાઈ શકે છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સોમવાર સુધીમાં તમામ દસ્તાવેજો રજૂ કરવાનો DPSને આદેશ અપાયો છે. યોગીની સર્વાગ્ય પીઠમના 37 પૈકી 24  બાળકોને ડીપીએસ સ્કૂલના શિક્ષકો ભણાવતા હતા,DPS માં જ અભ્યાસ કરતા હતા. ડીપીએસ શાળાના કેમ્પસમાં જ યોગીની સર્વાંગ્ય પીઠમ આવેલ છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ બન્ને સંસ્થાઓ વચ્ચેના કરાર તપાસ્યા. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી અન્ય તપાસ બાદ સોમવાર સુધીમાં CBSC ને રિપોર્ટ કરી શકે છે. જો નિયમો વિરુદ્ધ DPS કેમ્પસમાં આશ્રમ ચલાવવામાં આવતો હશે તો આશ્રમ ને દૂર કરવો પડશે. પોલીસ દ્વારા પણ જમીન કરારના દસ્તાવેજો મેળવવામાં આવ્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news