ગુજરાતમાં આવતીકાલે કોઈને નહિ મળે વેક્સીન, એક દિવસ વેક્સિનેશન પ્રોગ્રામ પર બ્રેક

ગુજરાતમાં ત્રીજી વેક્સીન સ્પુતનિકનું વેચાણ શરૂ થઈ ગયું છે. ત્યારે વેક્સીન લેવા લોકોમાં થઈ રહેલી પડાપડી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. આવતી કાલે બુધવારે પૂરા રાજ્યમાં વેંકસિનેશન (vaccination) પ્રોગ્રામ બંધ રહેશે. ગુજરાતમાં આવતીકાલે કોઈને પણ વેક્સીન નહિ અપાય તેવી જાહેરાત કરાઈ છે. 

ગુજરાતમાં આવતીકાલે કોઈને નહિ મળે વેક્સીન, એક દિવસ વેક્સિનેશન પ્રોગ્રામ પર બ્રેક

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ત્રીજી વેક્સીન સ્પુતનિકનું વેચાણ શરૂ થઈ ગયું છે. ત્યારે વેક્સીન લેવા લોકોમાં થઈ રહેલી પડાપડી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. આવતી કાલે બુધવારે પૂરા રાજ્યમાં વેંકસિનેશન (vaccination) પ્રોગ્રામ બંધ રહેશે. ગુજરાતમાં આવતીકાલે કોઈને પણ વેક્સીન નહિ અપાય તેવી જાહેરાત કરાઈ છે. 

મમતા દિવસ પર નહિ અપાય વેક્સીન
દર બુધવારનાં મમતા દિવસ અને અન્ય રસીકરણનાં કાર્યક્રમોના કારણે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ (corona update) બંધ રહેશે તેવી જાહેરાત કરાઈ છે. મમતા દિવસમાં બાળકો અને માતાઓનું રસીકરણ કરવામાં આવે છે. જેમાં 0 થી 2 વર્ષ ના બાળકોનું રસીકરણ, સ્થળ પર જઈ પોષણ આપવું, સગર્ભા માતા, ધાત્રી માતાનું રસીકરણ સહિતની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત વેક્સીનનો ગુજરાતમાં સ્ટોક પુરતો ન હોવાના કારણે પણ આવતીકાલે બુધવારે વેંકસિનેશન પ્રોગ્રામ બંધ રહેશે. અગાઉ પણ આ જ કારણોસર દર બુધવારે વેક્સીનેશન પ્રોગ્રામ બંધ રાખવામા આવતો હતો. પરંતુ બાદમાં સઘન વેક્સિનેશન હેઠળ અઠવાડિયાનાં બધા જ દિવસ વેક્સિન (corona vaccine) આપવાંનું નક્કી કરાયું હતું.

રાજકોટમાં વેક્સીનનો સ્ટોક જ નથી 
તો બીજી તરફ, રાજકોટ શહેરમાં વેક્સિનેશનના જથ્થામાં ફરી એક વખત ઘટાડો નોંધાયો છે. 45 સેશન સાઈટ પર માત્ર 6000 વેક્સીનના ડોઝ જ ઉપલબ્ધ છે. હાલ શહેરમાં 400 કોવેક્સીન તેમજ 5600 કોવિશિલ્ડ વેક્સીનનો જથ્થો ઉપલબ્ધ  છે. ત્યારે આવતીકાલે રાજકોટ શહેરમાં પણ વેક્સિનેશન બંધ રહેશે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news