E-gazette: ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યા દૂર થશે, ૩પ મેટ્રિક ટન પેપરની થશે બચત

કોઇપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઇટના માધ્યમથી ગેઝેટ (Gazette) ને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. ઇ-ગેઝેટ (egazette) ની આવી ડાઉન લોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે.

E-gazette: ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યા દૂર થશે, ૩પ મેટ્રિક ટન પેપરની થશે બચત

ગાંધીનગર: રાજ્ય સરકાર (State Government) ના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ હવે ડિઝીટલ- ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ આ માટેની વેબસાઇટ egazette.gujarat.gov.in નું ગાંધીનગર (Gandhinagar) માં લોન્ચિંગ કર્યુ છે.

વર્ષોથી ચાલી આવેલી ગેઝેટ (Gazette) ના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો હવે અંત આવશે. આના પરિણામે અંદાજે સરેરાશ વાર્ષિક ૩પ મેટ્રિક ટન પેપરની બચત  થશે.

કોઇપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઇટના માધ્યમથી ગેઝેટ (Gazette) ને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. ઇ-ગેઝેટ (egazette) ની આવી ડાઉન લોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની પ્રથા અમલમાં મૂકવામાં આવી છે.

ગેઝેટ (Gazette)  ની વેબસાઇટ ઉપર તાત્કાલિક ઉપલબ્ધતાથી વહીવટમાં અસરકારકતા વધશે. ગેઝેટના મેન્યુઅલ રેકર્ડ નિભાવવામાંથી હવે મુક્તિ મળશે.

હાલ રાજ્યમાં 30 વર્ષના જૂના ગેઝેટ (Gazette) ઉપલબ્ધ છે તે ત્વરાએ વેબસાઈટ ઉપર  એક માસમાં ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીએ વિભાગ ને સૂચન કર્યુ હતું. તદનુસાર જૂના ગેઝેટ (Gazette) ને પણ ક્રમશ: વેબસાઇટ ઉપર ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી તે પણ વેબસાઇટ પર સરળતાએ મળી રહેશે.

નાગરિકો, અરજદારો,સરકારી કચેરીઓને અગાઉ પ્રસિદ્ધ થઇ ગયેલા જૂના ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યાનું નિવારણ થશે. રાજ્ય સરકારના તમામ વિભાગોના ગેઝેટ (Gazette) માટે ફકત એક જ –સેન્ટ્રલાઇઝડ વેબસાઇટ તરીકે તમામ માહિતી પૂરી પાડી શકાશે.

આ વેબ સાઈટ લોન્ચિંગ અવસરે મંત્રી જયેશ ભાઈ રાદડીયા, કુટીર ઉદ્યોગ સચિવ સંદીપ કુમાર, જી.આઇ.એલ ના મેનેજિંગ ડિરેક્ટર ગુસિઆ,સરકારી પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી નિયામક રાઠોડ તેમજ વિભાગના નાયબ સચિવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news