બિનનિવાસી ભારતીયોએ બાળકોને મદદ કરવા ખેડી 2700 કિમીની ‘રીક્ષા સફર’

કચ્છના બિનનિવાસી ભારતીયોએ ચેરિટી માટે સેવા યુ.કે. સંસ્થાના માધ્યમથી રીક્ષો રન યોજી કન્યાકુમારીથી કર્ણાવંતી સુધીની ર૭૦૦ કિ.મી.ની યાત્રા ખેડી હતી. પૂણેમાં નિર્માણ પામનારી બાળકોની હોસ્પિટલના વિકાસ કામે એકત્ર થયેલું ભંડોળ વપરાશે.
બિનનિવાસી ભારતીયોએ બાળકોને મદદ કરવા ખેડી 2700 કિમીની ‘રીક્ષા સફર’

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના બિનનિવાસી ભારતીયોએ ચેરિટી માટે સેવા યુ.કે. સંસ્થાના માધ્યમથી રીક્ષો રન યોજી કન્યાકુમારીથી કર્ણાવંતી સુધીની ર૭૦૦ કિ.મી.ની યાત્રા ખેડી હતી. પૂણેમાં નિર્માણ પામનારી બાળકોની હોસ્પિટલના વિકાસ કામે એકત્ર થયેલું ભંડોળ વપરાશે.

સેવા યુ.કે. સંસ્થાના દ્વારા રીક્ષા રન કાર્યક્રમ અંતર્ગત કન્યાકુમારીથી કર્ણાવતી(અમદાવાદ) સુધીની યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં વિશ્વના વિવિધ દેશોના એનઆરઆઈ જાડાયા હતા. સંસ્થાના દક્ષાબેન કેરાઈએ જણાવ્યું કે, અમે ૩૦ રીક્ષા દ્વારા 90 સભ્યોએ ભેગા મળી 2700 કિ.મી.ની સફર ચેરીટી માટે ખેડી હતી. પૂણેમાં નાના બાળકો માટે હોસ્પિટલ બનાવીએ છીએ. જે બાળકો સાંભળી શકતા નથી. તેઓ સાંભળી શકે તે માટેના ઈમ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવશે. વિશ્વના પાંચ દેશો યુ.કે. ભારત, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અને આફ્રિકાના સભ્યો અમારી સાથે જાડાયા હતા. કન્યાકુમારીથી અમદાવાદ સુધીની સફરમાં દરેક સ્થળોએ લોકોનો સારો એવો પ્રતિસાદ અમને મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, તમામ બિનનિવાસી ભારતીયો મૂળ કચ્છના માનકુવા, સુખપર, સામત્રા, કેરા સહિતના પટે ચોવીસીના ગામના વતની છે.

સેવા ઈન્ટરનેશનલ નામની સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાયેલાં આ NRIઓ પૂણેમાં મૂક-બધિર બાળકો માટે નિર્માણ પામનારી ખાસ શાળા માટે દાન એકત્ર કરવાની ઝુંબેશ અર્થે કન્યાકુમારીથી અમદાવાદ સુધી આયોજીત ‘રીક્ષા રન’માં જોડાયા હતા. પાંચ રાજ્યોમાંથી 2700 કિલોમીટરનો પ્રવાસ ખેડતી 12 દિવસ લાંબી રીક્ષા રનમાં 30 રીક્ષાઓ અને વિદેશી મહિલા સાથે કુલ 90 NRI જોડાયાં હતા. પતિ-પિતા સાથે 23 કચ્છી યુવતીઓ-ગૃહિણીઓ જોડાઈ હતી. 8થી 21 ડિસેમ્બર દરમિયાન રીક્ષા રન પૂર્ણ કરી આ પરિવારો રીક્ષા લઈ માદરેવતન કચ્છની મુલાકાતે આવ્યા છે. ઝુંબેશ સાથે જોડાયેલાં મૂળ માનકૂવાના વતની અને લંડનમાં રહેતા સંજય કેરાઈએ જણાવ્યું કે, કુલ ચાર કરોડનું ફંડ એકત્ર કરવાનું છે. અમારી આ ઝુંબેશ અંતર્ગત અત્યારસુધીમાં સવા બે કરોડ રૂપિયાનું ફંડ એકઠું થઈ ચૂક્યું છે. તમામ NRI સ્વખર્ચે ભારત આવ્યા હતા અને કન્યાકુમારીથી અમદાવાદની રીક્ષા રેલી દરમિયાન પેટ્રોલથી લઈ રહેવા-જમવા સુધીનો તમામ ખર્ચ સહુએ જાતે ઉઠાવ્યો છે. રીક્ષા રનમાં જોડાયેલાં હરીશ ભુડીયા, સૂર્યકાંત જાદવા, દક્ષા કેરાઈ, મુક્તા વરસાણી, લક્ષ્મી ભુડીયા, ભાવિશા કરસન કેરાઈ વગેરેએ એકસૂરે મૂક-બધિર બાળકો માટે કશુંક કર્યાનો આત્મસંતોષ દર્શાવ્યો હતો. ઝુંબેશ માટે ખરીદવામાં આવેલી 30 રીક્ષાઓ અમદાવાદમાં જરૂરતમંદ પરિવારોને રોજગાર માટે વિતરીત કરવામાં આવશે.

વિદેશમાં લક્ઝુરીયસ કારમાં ફરતા આ પરિવારોએ રીક્ષામાં બેસીને ભારતને નજીકથી જોવા-જાણવાનો લ્હાવો મેળવ્યો હતો. રેલીમાં જોડાયેલી અનેક યુવતી-ગૃહિણીઓ પણ રીક્ષા ચલાવવાનું શીખીને પ્રવાસ ખેડ્યો હતો. ઉમદા હેતુ સાથે આયોજીત રીક્ષા રેલી દરમિયાન આ બિનનિવાસી ભારતીયોને પ્રવાસના થાક કરતાં જરૂરતમંદ ગરીબ બાળકોને પોતાના થકી વાચા અને શ્રવણશક્તિનું સામર્થ્ય પ્રાપ્ત થશે તેનો વધુ આનંદ હતો. મોટાભાગના લોકોએ 'એન્જોય' કર્યું હોવાનો ઉદગાર વ્યક્ત કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news