Maharashtra : ઉદ્ધવ સરકારની બીજી પરીક્ષા, આજે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી

વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી તરફથી કોંગ્રેસ (Congress)ના નાના પાટોલેએ અનને ભાજપ (BJP) તરફથી કિશન કથોરેએ ઉમેદવારી નોંધાવી છે
 

Maharashtra : ઉદ્ધવ સરકારની બીજી પરીક્ષા, આજે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી

મુંબઈ : વિધાનસભા (Assembly)માં બહુમત પરીક્ષણ પછી આજે ઉદ્ધવ સરકારની બીજી પરીક્ષા છે. રવિવારે મહારાષ્ટ્ર (Maharashtra)માં વિધાનસભા સ્પીકરની ચૂંટણી થવાની છે. વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી તરફથી કોંગ્રેસ (Congress)ના નાના પાટોલેએ અનને ભાજપ (BJP) તરફથી કિશન કથોરેએ ઉમેદવારી નોંધાવી છે.

મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly)માં મહાવિકાસ આઘાડી એટલે કે શિવસેના (Shivsena), એનસીપી અને કોંગ્રેસ(Congress) ની સરકારે શનિવારે બહુમત સાબિત કર્યો. ઉદ્ધવ સરકારને વિશ્વાસમતમાં કુલ 169 ધારાસભ્યોએ સમર્થન આપ્યું. જેમાં શિવસેના, એનસીપી (NCP) , કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, અપક્ષો અને અન્ય સહયોગી પાર્ટીઓએ ટેકો આપ્યો. વિશ્વાસમત દરમિયાન 4 ધારાસભ્યો તટસ્થ રહ્યાં એટલે કે તેમણે કોઈને પણ મત આપ્યો નહીં. 

આ 4 ધારાસભ્યોએ ન તો ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ના પક્ષમાં મતદાન કર્યું કે ન તો વિપક્ષને ટેકો આપ્યો. આ તટસ્થ રહેલા ધારાસભ્યોમાં ઉદ્ધવ ઠાકરેના ભાઈ રાજ ઠાકરે (Raj Thackeray) ની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એક માત્ર ધારાસભ્ય પ્રમોદ (રાજુ) રતન પાટિલ, CPI(M)ના ધારાસભ્ય નિકોલે વિનોદ ભીવા અને એઆઈએમઆઈએમના 2 ધારાસભ્ય મોહમ્મદ ઈસ્માઈલ અબ્દુલ ખાલિક અને શાહ ફારૂક અનવર સામેલ છે. તેમણે સદનની અંદર કોઈ પણ પાર્ટીને સમર્થન આપ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news