વડોદરામાં વધારે એક કેસ પોઝિટિવ આવતા ગુજરાતમાં 36 કેસ, લોકો ઘરમાં જ રહેવા અપીલ

Updated By: Mar 24, 2020, 11:41 PM IST
વડોદરામાં વધારે એક કેસ પોઝિટિવ આવતા ગુજરાતમાં 36 કેસ, લોકો ઘરમાં જ રહેવા અપીલ

* વડોદરામાં વધુ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ.
* યુવાનના પિતા તથા અન્ય લોકો શ્રીલંકાના પ્રવાસે ગયા હતા.
* યુવાનના પિતાનો ટેસ્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
* વડોદરામાં કોરોના પોઝિટિવ ની સંખ્યા વધીને 7 થઈ.
* વડોદરાના 7 કોરોના પોઝિટિવ પૈકી એક જ પરિવારના 5 પોઝિટિવ કેસો
* નિઝામપુરા વિસ્તારના એક 32 વર્ષની ઉંમરના યુવાનનું સેમ્પલ કોરોના પોઝિટિવ.

અમદાવાદ : સમગ્ર ગુજરાતમાં કોરોનાનુ સંકટ જોવા મળી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં 36 પોઝિટિવ કેસ નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. અત્યાર સુધીમાં 93 કેસ નેગેટિવ આવ્યા છે. રાજકોટનાં 2 કેસ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત વડોદરામાં પણ વધારે એક કેસ પોઝીટીવ સામે આવ્યો છે. જો કે હજી રાજકોટમાં 2 કેસના હજી પણ રિપોર્ટ આવવાનાં બાકી છે. આ મુદ્દે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ અને આરોગ્ય કમિશ્નર જયંતી રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, જે પણ પોઝિટિવ આવશે તેની આસપાસનાં લોકોનું ઝીણવટપુર્વક તપાસ કરવામાં આવી રહી છે. વડોદરામાં અત્યાર સુધી 7 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આ 7 પૈકી આજના યુવાનના કેસ સહિત 5 પોઝિટિવ વ્યક્તિઓ એક જ પરિવારની છે. શ્રીલંકાના પ્રવાસે જે લોકો ગયા હતા એમના સંપર્કના પગલે આ પોઝિટિવ કેસો આવ્યા છે.

સમગ્ર ગુજરાતમાં પોલીસની કડક હાથે કાર્યવાહી: સોસાયટીના બાકડાઓ પણ ઉથલાવી નાખ્યા
રાજ્યનાં તમામ મંત્રીઓએ પોતાનો એક -એક મહિનાનો પગાર રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તમામ સરકારી હોસ્પિટલમાં બધી જ ઓપીડી પણ ચાલુ રાખવામાં આવશે. અત્યાર સુધી કુલ 30 લાખ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. જે પૈકી વધારે 110 કેસ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. હાલ તેના સેમ્પલ મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ કાલ સાંજ સુધીમાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી દ્વારા સમગ્ર દેશમાં આજથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube