કોંગ્રેસના વધારે એક નેતા શોખીન નિકળ્યાં! બે પત્ની અને બંન્નેના પુત્રોએ ચૂંટણીમાં દાવો ઠોકતા કોકડું ગુંચવાયું
Trending Photos
ગૌરવ પટેલ / અમદાવાદ : કોંગ્રેસમાં આંતરિક વિખવાદ તો ચરમસીમાએ છે જ સાથે સાથે હવે નેતાઓનાં પારિવારિક આંતરિક વિખવાદ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. હાલમાં જ ભરતસિંહ દ્વારા પોતાની પત્નીને નોટિસ આપવાનો મુદ્દો શાંત નથી થયો ત્યાં કોંગ્રેસનાં બીજા એક અગ્રણી નેતાની બે પત્નીઓ વિવાદમાં છે. નેતાજીની બંન્ને પત્નીના પુત્રોએ યુથ કોંગ્રેસમાં હોદ્દેદારોની નિમણુંક માટે ચૂંટણી યોજાઇ તેમાં બંન્નેએ એક જ પદ પર દાવો ઠોક્યો હતો. હાલ યુથ કોંગ્રેસમાં હોદ્દેદારોની ચૂંટણી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસમાં પોતાની જાતને કદ્દાવર ગાણવતા અને અમદાવાદમાં સારો એવો મોભો ધરાવતા નેતાની બે પત્નીઓ અને તેના પુત્રો સામસામે આવી ગયા છે. જેના કારણે નેતાજી પણ વિમાસણમાં મુકાયા છે.
નેતાજીની બંન્ને પત્નીઓ તેનો રાજકીય વારસો લેવા માટે પુત્રોને મેદાનમાં ઉતાર્યા છે. વિવાદ વકરતા આખરે કોંગ્રેસનાં અન્ય નેતાઓએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવો પડ્યો હતો. પહેલા પત્નીના પુત્રએ મહામંત્રી પદ માટે ફોર્મ ફર્યું હતું તે રદ્દ કરવામાં આવ્યું અને તેને સમજાવટથી પરત મોકલવામાં આવ્યો તો. કોંગ્રેસનાં સુત્રોએ નામ નહી આપવાની શરતે જણાવ્યું કે, આ લડાઇ નેતાજીનો રાજકીય વારસો સાચવવાની છે. નેતા આજે બંન્ને પત્ની સાથે રહે છે. બંન્ને પત્નીના સંતાનો વચ્ચે પ્રોપર્ટી મુદ્દે પણ લડાઇ ચાલી રહી છે.
જો કે હવે બંન્ને ખુલ્લમખુલ્લા સામે આવી ગયા હતા. આખરે હંમેશાથી ઇતિહાસમાં થયું છે તે પ્રકારે નાની રાણીનો પુત્ર જીત્યો હતો. તેનું ફોર્મ સ્વિકારાયું હતું અને મોટા પુત્રનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. હવે નેતાજીનો રાજકીય વારસો નાની પત્નીનો પુત્ર સંભાળશે. વિવાદમાં આવેલા નેતા અમદાવાદ શહેરના પુર્વ મેયર પણ રહી ચુક્યા છે. હાલ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કાર્યરત છે. આ નેતાએ NSUI માંથી કારકિર્દી શરૂ કરી અને કોંગ્રેસના કદ્દાવર નેતા બન્યા હતા.
આ રહ્યું કોંગ્રેસનું ફોર્મ અને ચૂંટણીનું ગણિત
ગુજરાત યુથ કોંગ્રેસમાં આંતરિક ચૂંટણીઓની સિઝન જામી છે. યુથ કોંગ્રેસ પ્રમુખ, મહામંત્રી, જિલ્લા અને વિધાનસભા પ્રમુખની ચૂંટણી ચાલી રીહ છે. ગુજરાત યુથ કોંગ્રેસ માટે 10 ફોર્મ ભરાયા હતા. મહામંત્રી માટે 76 અને જિલ્લા પ્રમુખ માટે 254 ફોર્મ ભરાયા હતા. વિધાનસભા પ્રમુખ માટે 615 ફોર્મ ભરાયા હતા. યુથ કોંગ્રેસમાં હોદ્દા માટે કુલ 955 ફોર્મ ભરાયા હતા. તમામ ફોર્મની આવતીકાલે સ્ક્રુટીની થશે. ઓનલાઇન સભ્ય બનાવવા અને વોટિંગ પ્રક્રિયા 20 જુલાઈ થી શરૂ થશે. એક મહિના સુધી સભ્ય નોંધણી અને વોટિંગ ચાલશે. સૌથી વધુ સભ્યો બનાવનાર ટોપ-3 પ્રમુખપદના દાવેદાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે