રાજકોટમાં કોરોના વાયરસને લીધે વધુ એક વ્યક્તિનું મૃત્યુ


રાજકોટ જિલ્લામાં આજે વધુ ત્રણ કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમિતોની સંખ્યા 100ને પાર પહોંચી ગઈ છે. 

રાજકોટમાં કોરોના વાયરસને લીધે વધુ એક વ્યક્તિનું મૃત્યુ

રાજકોટઃ  શહેરમાં આજે કોરોનાથી વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. મુંબઈથી આવેલા એક વૃદ્ધ દિલીપભાઈ સંઘાણીનું નિધન થયું છે. 24 કલાકની ટૂંકી સારવારમાં જ તેમનું નિધન થયું છે. મુંબઈથી આવ્યા બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 

જિલ્લામાં આજે નવા ત્રણ કેસ નોંધાયા
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 53 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બે કેસ રાજકોટ ગ્રામ્યમાં નોંધાયા છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધી કોરોના કેસની સંખ્યા 81 પર પહોંચી છે. તો ગ્રામ્ય વિસ્તારમાં 20 કેસ નોંધાયા છે. આમ સમગ્ર જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 100ને પાર પહોંચી ગઈ છે. 

તમારા ગામમાં પીવાના પાણીની સમસ્યા હોય તો આ નંબર પર કરો ફોન, સરકારે શરૂ કરી સેવા

રાજકોટ જિલ્લામાં મૃત્યુઆંક 3 થયો
રાજકોટ શહેરમાં કોરોનાને કારણે બીજું મોત થયું છે. તો જિલ્લામાં પણ એક વ્યક્તિનું મોત થયું હતું. આમ અત્યાર સુધી કોરોનાને કારણે કુલ 3 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી સારવાર બાદ 67 લોકો સાજા પણ થઈ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news