લિબાયતની 587 દુકાનો ક્લસ્ટર ઝોનમાં, અચોક્કસ મુદત સુધી બંઘ રાખવા મનપા કમિશ્નરનો આદેશ

રાજ્યમાં કોરોના સંકટ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે સુરતમાં વધતા કોરોના કેસને લઇને લિબાયત વિસ્તારની દુકાનો બંધ કરાવવામાં આવી છે. સુરત મનપા કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે.

Updated By: Jun 13, 2020, 12:27 AM IST
લિબાયતની 587 દુકાનો ક્લસ્ટર ઝોનમાં, અચોક્કસ મુદત સુધી બંઘ રાખવા મનપા કમિશ્નરનો આદેશ

તેજસ મોદી, સુરત: રાજ્યમાં કોરોના સંકટ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ત્યારે સુરતમાં વધતા કોરોના કેસને લઇને લિબાયત વિસ્તારની દુકાનો બંધ કરાવવામાં આવી છે. સુરત મનપા કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:- સુરતની વિવેકલિન મિલમાં ડ્રમ મશીનમાં લીકેજથી 7 દાઝ્યા, 2 કામદારના મોત

લિબાયત વિસ્તારની 587 દુકાનો ક્લસ્ટર ઝોનમાં આવતી હોવાથી મનપા કમિશ્નર દ્વારા અચોક્કસ મુદત સુધી તમામ દુકાનોને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં વધતા કોરોના પોઝિટિવ કેસોને લઇને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં કેટલાક મકાનોને પણ ક્લસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ તમામ લોકોને હોમ કોરન્ટાઈનમાં રહેવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube