Patan: રાયડાના પોષણક્ષણ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ, કહ્યું- મહેનત માથે પડી
પાટણ જિલ્લાના માર્કેટ યાર્ડમાં રાયડાની આવક શરૂ થઈ જવા પામી છે પરંતુ ખેડૂતોને પોષણ ક્ષમ ભાવો ન મળતા કફોડી હાલત બનવા પામી છે.
Trending Photos
પ્રેમલ ત્રિવેદી, પાટણઃ પાટણ જિલ્લામાં ખેડૂતોએ ઘણી આશાઓ સાથે રવી પાક રાયડાની મોંઘા ખર્ચાઓ કરી વાવણી તો કરી હતી. પરંતુ જ્યારે ઉત્પાદન બાદ પાક માર્કેટમાં વેચાણ કરવા પહોંચ્યા તો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે.
પાટણ જિલ્લાના માર્કેટ યાર્ડમાં રાયડાની આવક શરૂ થઈ જવા પામી છે પરંતુ ખેડૂતોને પોષણ ક્ષમ ભાવો ન મળતા કફોડી હાલત બનવા પામી છે. રાયડાના વાવેતર પાછળ મોંઘા બિયારણ, મોંઘી ખેડ કરીને પાકની વાવણી કરી પરંતુ હાલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને રાયડાના પ્રતિ 20 કિલોએ માત્ર 850 થી 900 રૂપિયા જ મળી રહ્યા છે. જે ખેડૂતોને પોષાય તેમ નથી છતાં મજબૂરીમાં તેનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે જે પ્રકારે વાવણી પાછળ ખર્ચાઓ કર્યા તે મુજબ પ્રતિ 20 કિલોનો ભાવ રૂપિયા 1200 રૂપિયા હોવો જોઈએ તેમ ખેડૂતો કહી રહ્યાં છે.
રાયડાના પાકમાં ચાલુ વર્ષે માલનો ઉતાર ખુબજ ઓછો નિકળ્યો છે. માર્કેટમાં રાયડો વેચાણ માટે લાવ્યા તો રુપિયા 850 થી 900 સુધીના મળી રહ્યા છે. તે પોષાય તેમ નથી પાક વાવણીથી લઇ માલના વેચાણ માટે માર્કેટ સુધી લાવતા ખર્ચા ખૂબ મોટા થાય છે અને વેચાણમાં મળતર કાઈ રહેતું નથી જેને લઇ ખેડૂતો પર પડતા પર પાટુ જેવી સ્થિતિ થવા પામી છે.
પાટણ જિલ્લામાં ચાલુ સાલે મોટા પ્રમાણમાં રાયડા નું વાવેતર ખેડૂતોએ કર્યું છે. હાલમાં માર્કેટ યાર્ડમાં પણ મોટા પ્રમાણમાં રાયડાની આવક થવા પામી છે પરંતુ જે પ્રકારે ખેડૂતોએ ખર્ચા કર્યા તે પ્રમાણે વેચાણ માં ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે