અલ્પેશ કથીરિયા છેવટે થપ્પડ પ્રકરણમાં જામીન પર મુક્ત, કોર્ટે શુ રાખી શરત? જાણો

અલ્પેશ કથીરિયા છેવટે તમાચા પ્રકરણમાં જામીન પર મુક્ત થયો છે. બાઇક ટોઇંગ કરવાના મામલે થયેલા વિવાદમાં પોલીસ દ્વારા તમાચો મારવાની વાતને લઇને મામલો બિચક્યો હતો. થપ્પડનો મામલો સમગ્ર સુરતમાં ગુંજી ઉઠ્યો છે. સમગ્ર સુરતમાં વિરોધનો દાવાનળ ફાટી નીકળ્યો છે. બધા અલ્પેશને મુક્ત કરવાની માંગ કરી રહ્યાં છે. જોકે છેવટે અલ્પેશને કોર્ટમાં લઇ રજૂ કરાતાં કોર્ટે જામીન પર મુક્ત કર્યો છે. 

અલ્પેશ કથીરિયા છેવટે થપ્પડ પ્રકરણમાં જામીન પર મુક્ત, કોર્ટે શુ રાખી શરત? જાણો

તેજસ મોદી/સુરત : અલ્પેશ કથીરિયાનો થપ્પડનો મામલો સમગ્ર સુરતમાં ગુંજી ઉઠ્યો હતો. સમગ્ર સુરતમાં વિરોધનો દાવાનળ ફાટી નીકળ્યો હતો. બધા અલ્પેશને મુક્ત કરવાની માંગ કરી રહ્યાં હતા, ત્યારે આ વચ્ચે બપોરે અલ્પેશ કથીરિયાને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારે સાંજે 5 વાગ્યા બાદ તેને જામીન મળ્યા હતા. 15 હજારના બોન્ડ પર તેને જામીન પર મુક્ત કરાયો હતો. કોર્ટમાં અલ્પેશે જ રજૂઆત કરી હતી. કોર્ટની બહાર પાસના કાર્યકર્તા તથા સમર્થકોની મોટી ભીડ જોતા તેને કોર્ટથી ડાયરેક્ટ વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યાંથી તેને મુક્ત કરવામાં આવશે.

પોતાની દલીલ જાતે કરી

અલ્પેશે કહ્યું કે, મારી જીત થશે અને હું કોર્ટમાં ન્યાયની માંગણી કરશે. અલ્પેશ કથીરિયા વ્યવસાયે વકીલ હોવાથી તે પોતાની દલીલ જાતે જ કરશે. 

અલ્પેશ કથીરિયાને ટ્રાફિક પોલીસે માર્યો લાફો, પાટીદાર યુવાનો વિફર્યાં

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, 3 વાગ્યા સુધી જો અલ્પેશ કથીરિયાને છોડવામાં નહિ આવે તો સમગ્ર ગુજરાતમાં પાસ કાર્યકરો રોડ પર ઉતરશે તેવું કહેવામાં આવ્યું છે. ત્યારે હાલ મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતા વરાછા પોલોસ મથક પહોંચી ચૂક્યા છે. ત્યારે અલ્પેશને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. વરાછા પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. તો કેટલાક કોંગ્રેસના તેઓ પણ આ ભીડમાં જોવા મળ્યાં છે. એકઠી થયેલી ભીડની એક જ માંગ છે કે, અલ્પેશ કથીરિયાને છોડી દેવામાં આવે.   k 

AlpeshKathiriya333.JPG

મહત્વનું છે કે, રાજદ્રોહનાં કેસમાં અલ્પેશ કથીરિયાની હાલમાં જ જેલમુકિત થઇ છે. જામીન મળ્યા બાદ અલ્પેશ ગુજરાતનાં વિવિધ શહેરોમાં ફરી અનામત આંદોલનને વધુ મજબુત બનાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે અલ્પેશ કથીરિયાની ગેર વર્તણૂંક પણ સામે આવી હતી. તેમણે પોલીસ સ્ટેશનના દરવાજાને પણ લાત મારી હતી. તો બીજી તરફ, આ નાનકડા જેવા ઈશ્યુને જે રીતે મોટુ સ્વરૂપ આપવામાં આવ્યું છે તે જોતા વિવાદ વધી ગયો છે. 

અલ્પેશ કથીરિયા સામે નોંધાયો રાયોટિંગનો ગુનો, લોકઅપમાં રડ્યો અલ્પેશ?

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ કાથીરિયા સામે રાયોટિંગ, સરકારી મિલ્કતને નુકસાનનો ગુનો દાખલ કર્યો છે. તો પોલીસ કર્મીઓને ધમકી આપવાની કલમો પણ ઉમેરાઈ છે. પાટીદાર નેતા ધાર્મિક માલવિયા સહિતના પાટીદારો વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news