રાજ્યમાં પાટીદારોનો હોબાળો: બાયડમાં 20 પાટીદારોની અટકાયત, 200 બાઇક ડિટેઇન

મંજૂરી વિના અરવલ્લીના બાયડમાં પાટીદારોની રેલી કાઢતા પોલીસે 20 પાટીદારોની અટકાયત કરી, 200 જેટલા બાઇક ડિટેઇન કર્યા છે.

રાજ્યમાં પાટીદારોનો હોબાળો: બાયડમાં 20 પાટીદારોની અટકાયત, 200 બાઇક ડિટેઇન

અરવલ્લી: હાર્દિક પટેલના અનામત તથા ખેડૂતોની દેવા માંફીને લઇને ઉપવાસ પર બેઠો છે. સરકાર હાર્દિકની માંગ વિશે વિચારણા કરે તે માટે રાજ્યમાં અનેક જગ્યાઓ પર પાટીદારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે બાયડમાં પાટીદાર યુવાનો દ્વારા મંજૂરી વિના રેવી કાઢતા હોબાળો થયો હતો. જેમાં પોલીસે 20 પાટીદારોની અટકાયત કરી છે. તથા 200 જેટલી બાઇકો ડિટેઇન કરવામાં આવી છે. આ પાટીદાર યુવાનો હાર્દિકના સમર્થનમાં આવેદન પત્ર આપી રેલી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમની પોલીસે અટકાયત કરી લીધી છે.

Patidar-Atkayat- 

સૌરાષ્ટ્રમાં પણ ઠેર ઠેર દેખાવો 
હાર્દિકની માંગને સ્વિકારવાને લઇને મોરબી રાજકોટ હાઇવે પણ પાટીદારો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રાજકોટ તથા મોરબીમાં પાટીદારો હાર્દિકને સમર્થન આપવા માટે રોડ પર ઉતરી આવીને રસ્તાઓ રોકી રહ્યા છે. જ્યારે કાગદડી ગામ પાસે પાટીદાર સમાજના લોકોએ ચક્કાજામ કર્યો હતો. રાજકોટ ગોંડલનો ગુદાળા રોડ પણ સજ્જડબંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે ગુદાળા રોડ પર સવારથી જ વેપારીઓએ હાર્દિકને સમર્થન આપવા માટે ધંધા રોજગારી બંધ કરીને દેખાવો કર્યા હતા.

Gondal Bandh

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news