સુરત: PM મોદીએ 'રાફેલ કંકોત્રી'ની કરી પ્રશંસા, કહ્યું-આવા પ્રયાસોથી કામ કરવાની શક્તિ મળે છે
રાફેલનો મુદ્દો હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે, પાંચ રાજ્યોની ચૂંટણીમાં રાફેલ પર રાહુલ ગાંધીએ ખૂબ પ્રચાર કર્યો હતો, સંસદની અંદર - બહાર, ચૂંટણી પ્રચાર અને કોર્ટમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યા બાદ હવે લગ્નની કંકોત્રી સુધી પહોંચી ગયો છે.
Trending Photos
તેજશ મોદી, સુરત: રાફેલનો મુદ્દો હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે, પાંચ રાજ્યોની ચૂંટણીમાં રાફેલ પર રાહુલ ગાંધીએ ખૂબ પ્રચાર કર્યો હતો, સંસદની અંદર - બહાર, ચૂંટણી પ્રચાર અને કોર્ટમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યા બાદ હવે લગ્નની કંકોત્રી સુધી પહોંચી ગયો છે. સુરતના બે મોદી સમર્થકોએ પોતાના લગ્નની કંકોત્રીમાં રાફેલની કેટલીક વાતો લખી સાચી હકીકત જણાવવાનો પ્રયાસ કર્યો હતો. પીએમ મોદીએ આ રાફેલ કંકોત્રીની પ્રશંસા કરી. તેમણે પત્ર મોકલીને જણાવ્યું કે આવા પ્રયાસોથી કામ કરવાની શક્તિ મળે છે. આ કંકોત્રીને તેમણે સૌથી વાઈરલ અત્રે જણાવવાનું કે આ લગ્ન પત્રિકામાં રાફેલના ફોટા સાથે લખાણ કરવામાં આવ્યું હતું કે, લગ્નમાં કોઈ પણ મહેમાનોએ ઉપહાર લાવવો નહીં ! અને જો તેઓ તેમને ઉપહાર આપવા જ માંગતા હોય તો 2019ની ચૂંટણીમાં મોદીને વોટ આપવા અપીલ પણ કરી હતી. આ યુવક અને યુવતીના આવતી કાલે એટલે કે 22મી જાન્યુઆરીના રોજ લગ્ન છે. આ કંકોત્રીને ધ ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સમાં ઈન્ડિયાઝ મોસ્ટ વાઈરલ વેડિંગ કાર્ડ (રાફેલ કાર્ડ) તરીકે ગણાવવામાં આવી છે.
શું છે આ રાફેલ કંકોત્રીનો મામલો?
સુરતમાં રહેતો યુવરાજ પોખરાણા વ્યવસાયે એન્જીનિયર છે. આ સાથે જ તે IITના કોચિંગ ક્લાસ ચલાવી દર વર્ષે 10 જેટલા વિદ્યાર્થીઓને IITમાં ભણવા માટે તૈયાર કરે છે, હાલમાં જ તેના લગ્ન સાક્ષી અગ્રવાલ સાથે નક્કી થયા છે, બંને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પાકા સમર્થક છે. તેઓ પોતાના સમાજ, પરિવાર અને દેશના લોકોએ ચર્ચાસ્પદ રહેલા રાફેલ મુદ્દે સાખી વાત કહેવા માંગતા હતાં, જેના માટે સાક્ષીએ યુવરાજને આઈડિયા આપ્યો કે લગ્નની કંકોત્રીમાં જ રાફેલ વિશેની હકીકત લખવામાં આવે. હવે કંકોત્રી લોકોને આપવામાં આવી છે ત્યારે યુવરાજની લગ્નની કંકોત્રીને લઈને ચર્ચાનો વિષય બન્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી યુવરાજ અને સાક્ષીના લગ્નની પીળા અને લાલા રંગની કંકોત્રીમાં ચર્ચિત રાફેલ ડીલ વિશે માહિતી છાપવામાં આવી છે. લગ્નની કંકોત્રીમાં વડાપ્રધાન મોદીની કાર્યશૈલી પર કોઈ પ્રશ્નો ઉભા ન થાય અને દરેક રાફેલ અંગે માહિતગાર થાય તેવો પ્રયાસ કરાયો છે. યુવરાજે આ સાથેજ રાહુલ ગાંધીને આડે હાથે લઈ તમને પોતના લગ્નમાં આવી ચર્ચા કરવાની ચેલેન્જ પણ આપી દીધી હતી. યુવરાજ પોખરાણા તથા તેમની ભાવિ પત્ની સાક્ષીએ યુવાનોના સારા ભવિષ્ય માટે માત્ર નરેન્દ્ર મોદી જ એક સારા નેતા હોવાનું જણાવ્યું હતું.
આમ, પોતાના લગ્નની અનોખી રીતે કંકોત્રી છપાવડાવી યુવરાજ અને સાક્ષાએ પોતાના લગ્ન જીવને શરૂ થતા પહેલા જ એક યાદગાર ભેટ આપી છે...તો મોદીને સપોર્ટ કરતા 2019ની ચૂંટણીમાં મોદીને વિજય બનાવવા એક પ્રયત્ન પણ કર્યો છે. યુવરાજ અને સાક્ષીએ દેશના સૌથી ચર્ચાસ્પદ રહેલા રાફેલના મુદ્દાને જ હથિયાર બનાવ્યું છે, ત્યારે જોવાનું છે કે આ કંકોત્રી આવનાર સમયમાં કેટલી અસરદાર સાબિત થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે