મોરબી પુલ દુર્ઘટના: PM મોદીએ BAPSના સંતો-સ્વયંસવેકોની કામગીરી બિરદાવી, જાણો એ રાત્રે શું કર્યું હતું?

બી.એ.પી.એસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસના સ્વયંસેવકોએ અનેક લોકોના જીવ બચાવીને યોગ્ય સારવાર અર્થે સેવા આપી હતી.

મોરબી પુલ દુર્ઘટના: PM મોદીએ BAPSના સંતો-સ્વયંસવેકોની કામગીરી બિરદાવી, જાણો એ રાત્રે શું કર્યું હતું?

મોરબી: રવિવારે મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ગુજરાત અને અનેક સ્થળેથી સૌ કોઈ ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્તો પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના વહાવી રહ્યા છે.

આ દુર્ઘટના વખતે ત્યાં હાજર રહેલા અનેક લોકોએ માનવતા દાખવી ડુબતાનો જીવ બચાવવા માટે મરણોતર પ્રયાસો કર્યા હતા. જેમાં બી.એ.પી.એસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસના સ્વયંસેવકોએ અનેક લોકોના જીવ બચાવીને યોગ્ય સારવાર અર્થે સેવા આપી હતી. બી.એ.પી.એસના સંતોએ તમામ પીડીતો માટે ભોજનની પણ ત્વરિત વ્યવસ્થા કરી હતી.

આ પણ વીડિયો જુઓ:-

મંગળવારે બપોર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘટના સ્થળે આવીને રાહત કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં બી.એ.પી.એસના સંતો અને કાર્યકરોએ બચાવ કામગીરી અને ભોજન વ્યવસ્થાની સારી સેવા આપી તે બદલ પ્રધાનમંત્રીએ બી.એ.પી.એસ સંસ્થાની આ સેવા ભાગીરથને વિશેષ બિરદાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news