PMનો ગુજરાત પ્રવાસ: મોદી મોઢેરા સૂર્ય મંદિર પહોંચીને 3-ડી લાઈટિંગ શોનો કરાવ્યો પ્રારંભ
PM મોદીએ પોતાના કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન કરીને પુજા-અર્ચના કરી હતી. ત્યાંથી મોઢેરા સૂર્ય મંદિર પહોંચી લાઈટ એન્ડ સાઉન્ડ સોનું લોકાર્પણ કર્યું હતું.
Trending Photos
મહેસાણા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં પીએમ મોદીના ત્રિદિવસીય પ્રવાસના પહેલા દિવસે મહેસાણા પહોંચ્યા હતા. જ્યાં તેમણે 3092 કરોડનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ PM મોદીએ પોતાના કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન કરીને પુજા-અર્ચના કરી હતી. ત્યાંથી મોઢેરા સૂર્ય મંદિર પહોંચી લાઈટ એન્ડ સાઉન્ડ સોનું લોકાર્પણ કર્યું હતું.
સૂર્ય મંદિરની વિશેષતા
હવે ગુજરાતનું ફેમસ પ્રવાસન સ્થળ મોઢેરા સૂર્યમંદિર તમને નવા રૂપરંગમાં જોવા મળશે. હવેથી રોજ સાંજે મોઢેરા સૂર્યમંદિરનો તમને આકર્ષક નજારો જોવા મળશે. રોજ સાંજે સૂર્યમંદિર રોશનીથી ઝળહળતું જોવા મળશે. કારણ કે, મંદિરના પરિસરમાં આકર્ષક હેરિટેજ લાઈટિંગ શો થશે. પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન આ શોનું ઉદઘાટન કરાવ્યું.
PM Shri @narendramodi ji inaugurates 3D projection light and sound show explaining the importance of Surya Mandir in Modhera, Gujarat. pic.twitter.com/a8jAhuZAu1
— Harsh Sanghavi (@sanghaviharsh) October 9, 2022
Live: મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લઈને મંદિરમાં સૌરઊર્જાથી સંચાલિત ૩-ડી મેપિંગ શૉ અને હેરિટેજ લાઈટીંગનું લોકાર્પણ કરતાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. https://t.co/fZ8T2Ymd4X
— CMO Gujarat (@CMOGuj) October 9, 2022
મહેસાણાના બહુચરાજીમાં મોઢેરાના સૂર્યમંદિરનું સોલરાઈઝેશન કરવામાં આવ્યું છે. મોઢેરા સૂર્ય મંદિર ખાતે સ્કાડા આધારિત સ્માર્ટ એનર્જી સેન્ટર બનાવવામાં આવ્યું છે. જ્યાં 150 કિલોવોટ બેટરી સ્ટોરેજ સાથે 50 કિલોવોટ સોલારપાર્કિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરાયું છે. મોઢેરા સૂર્યમંદિર ખાતે ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન અને સેન્સર આધારિત સ્માર્ટ સ્ટ્રીટલાઈટ લગાવવામાં આવી છે.
પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જ્યાં સૌર ઉર્જા સંચાલિત હેરિટેજ લાઈટિંગ્સ અને 3ડી પ્રોજેક્શનનો શુભારંભ કરાવશે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા 3ડી પ્રોજેક્શન મેપિંગ અને મોન્યુમેન્ટ લાઈટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોઢેરાના ઈતિહાસને ઉજાગર કરીને પ્રવાસીઓને માહિતગાર કરાશે.
લાઈટિંગ શો દરરોજ સાંજે 7:00થી 7:30 સુધી ઓપરેટ થશે. 3ડી પ્રોજેક્શનનો 18 મિનિટનો શો દરરોજ સાંજે 2 વખત બતાવાશે. જેમાં મંદિરના પરિસરમાં આકર્ષક હેરિટેજ લાઈટિંગ જોવા મળશે. સાંજે 6 થી 10 દરમિયાન પ્રવાસીઓને લાઈટિંગ શો બતાવાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે