પોલીસ માત્ર કહેતી નથી પણ કરી પણ બતાવે છે, આ તસવીર છે પુરાવો
પોલીસ લોકોનું ધ્યાન રાખવાની સાથેસાથે પોતાનું અને પરિવારજનોનું ધ્યાન રાખવા પણ એટલી જ તકેદારી રાખી રહી છે.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ : વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસના હાહાકારના પગલે સમગ્ર દેશમાં 21 દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે પરંતુ પોલીસ ઈમરજન્સી સેવા સાથે જોડાયેલા લોકો સતત પોતાની સેવામાં પરિવાર સાથે સમય નથી આપી શકતા. હાલમાં અમદાવાદ પોલીસ લોકડાઉનમાં કાબિલેતારીફ ફરજ અદા કરી રહી છે. પોલીસ લોકોનું ધ્યાન રાખવાની સાથેસાથે પોતાનું અને પરિવારજનોનું ધ્યાન રાખવા પણ એટલી જ તકેદારી રાખી રહી છે.
લોકડાઉનમાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓ માટે અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જમવાની વ્યવસ્થા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ કરવામાં આવી હતી. આ વ્યવસ્થામાં ધ્યા રાખવામાં આવ્યું હતું કે ભોજન માટે આવનાર તમામ પોલીસકર્મીઓ એકબીજાથી એક મીટરનું અંતર રાખી જમી શકે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ પોલીસકર્મીઓ અલગ અલગ જગ્યાએ ફરજ બજાવતા હોય છે અને આ કારણોસર પોલીસકર્મીઓ દ્વારા આ તકેદારી રાખવામાં આવી રહી છે.
ઝી મીડિયા પણ આપને સતત અપીલ કરી રહ્યું છે કે "ઘરે રહો સુરક્ષિત રહો " કારણ કે જો આ પોલીસકર્મી ફરજના ભાગરૂપે પણ લોકડાઉનના તમામ નિયમોનું પાલન કરી શકતા હોય તો આપ ઘરે બેઠા સુરક્ષિત રહેવા માટે આવશ્યક નિયમોનું પાલન કરી જ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે