કોરોના વાયરસને નષ્ટ કરવા માટે સાબુ કે ડિટર્જન્ટ જ શ્રેષ્ઠ ઉપાય, જાણો આવી અનેક ઉપયોગી માહિતી

કોરોના વાયરસ અંગે જાણકારી મેળવવી ખુબ જરૂરી છે. આખરે આ વાયરસ શું છે અને શું તેને ખતમ કરવા માટે કોઈ ઉપાય છે ખરા? કોરોના વાયરસ અંગે જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી (Johns Hopkins University) દ્વારા પ્રકાશિત કરાયેલી માહિતી ખરેખર જાણવા, સમજવા અને અમલમાં ઉતારવા જેવી છે. 

કોરોના વાયરસને નષ્ટ કરવા માટે સાબુ કે ડિટર્જન્ટ જ શ્રેષ્ઠ ઉપાય, જાણો આવી અનેક ઉપયોગી માહિતી

કોરોના વાયરસનો કેર ભારતની સાથે સમગ્ર દુનિયા ઝેલી રહી છે. રોજેરોજ નવા નવા પડકારો સામે આવી રહ્યાં છે. અમેરિકા અને ઈટાલીના તો હાલ હવાલ થઈ ગયા છે. જ્યારે ભારતમાં પણ લોકડાઉન હોવા છતાં રોજ નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 149 કેસ સામે આવ્યાં છે. આ બાજુ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસની આંકડો 53 થયો છે અને 3 લોકોનો ભોગ લેવાયો છે. ભારતમાં અત્યાર સુધી 873 પોઝિટિવ કેસ જોવા મળ્યાં છે. જ્યારે 19 લોકોના મોત થયા છે. આવા સમયે કોરોના વાયરસ અંગે જાણકારી મેળવવી ખુબ જરૂરી છે. આખરે આ વાયરસ શું છે અને શું તેને ખતમ કરવા માટે કોઈ ઉપાય છે ખરા? કોરોના વાયરસ અંગે જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી (Johns Hopkins University) દ્વારા પ્રકાશિત કરાયેલી માહિતી ખરેખર જાણવા, સમજવા અને અમલમાં ઉતારવા જેવી છે. 

કોરોના વાયરસ કોઈ જીવંત જીવ નથી, મારી શકાતો નથી, પોતાની રીતે થાય છે નષ્ટ
વિશ્વ માટે જીવલેણ સાબિત થઈ રહેલો કોરોના વાયરસ એ કોઈ જીવંત જીવ નથી, પરંતુ ચરબીના રક્ષણાત્મક સ્તરથી ઘેરાયેલો પ્રોટીન અણુ છે. એ જ્યારે શરીરના કોષના સંપર્કમાં આવે છે ત્યારે તેના આનુવંશિક કોડમાં ફેરફાર કરે છે અને તે વધારે આક્રમક બને છે. તથા વધારે કોષોમાં પરિવર્તિત થાય છે. આ વાયરસ જીવંત જીવ નથી પણ પ્રોટીન અણુ છે. એટલે એને મારી નથી શકાતો પણ પોતાની રીતે એ નષ્ટ થાય છે.

કઈ રીતે થાય છે નષ્ટ?

  • આ વાયરસ ખૂબ જ નાજુક છે પણ ચરબીના સ્તરને કારણે તે સુરક્ષિત છે. એટલે જ સાબુ કે ડિટરજન્ટ શ્રેષ્ઠ ઉપાય છે. એકદમ ઘસવાથી સાબુના ફીણ ચરબીને તોડે છે. 
  • ચરબીનું સ્તર તૂટતાં જ પ્રોટીન અણુ પોતાની રીતે નષ્ટ થાય છે. 
  • ગરમી ચરબીને ઓગાળે છે, એટલે હાથ, કપડાં અને બીજું બધું 25 ડિગ્રી તાપમાને ધોવું જોઈએ. 
  • ગરમ પાણીથી ફીણ વધુ થાય છે અને એ વધારે ઉપયોગી છે. 
  • આલ્કોહોલ કે આલ્કોહોલનું કોઈપણ મિશ્રણ ચરબીને 65% સુધી ઓગાળે છે, ખાસ કરીને વાયરસનું બાહ્ય સ્તર.
  • •એક ભાગ બ્લિચ અને પાંચ ભાગ પાણીનું મિશ્રણ પ્રોટીનને અંદરથી ઓગાળે છે.
  • સાબુ, આલ્કોહોલ અને ક્લોરિન બાદ વધારે ઓક્સિજનવાળું પાણી ઉપયોગી છે. કારણકે પેરોક્સાઈડ વાયરસ પ્રોટીનને ઓગાળે છે. પણ સાથે એનાથી ચામડીને નુક્સાન થાય છે. 
  • જીવાણુનાશક કામ નથી કરતા. કારણકે વાયરસ જીવાણુ(બેક્ટેરિયા)ની જેમ જીવંત નથી. 
  • ઉપયોગમાં લીધેલા કે ના લીધેલા હોય તેવા કપડાં, બેડશીટ કે કંઈપણ ઝાટકો નહીં. કારણકે તેમની સપાટી છિદ્રાળુ છે, જ્યાં વાયરસ નિષ્ક્રિય હોય છે. કપડાં ઝાટકવાથી એ હવામાં ફેલાય છે જ્યાં તે 3 કલાક સુધી રહી શકે છે અને તમારા શરીરમાં પ્રવેશી શકે છે. 
  • વાયરસ ઠંડા અને અંધારાવાળા વાતાવરણમાં ખૂબ જ સ્થિર રહી શકે છે, એ પ્રાકૃતિક ઠંડું હોય કે પછી એરકન્ડિશન્ડનરથી ઠંડું થયેલું વાતાવરણ. એટલે શુષ્ક, ગરમ અને પ્રકાશિત વાતાવરણમાં તેમનો નાશ જલદી થાય છે. 
  • કોઈપણ વસ્તુ પર UV લાઈટ પડતાં વાયરસ પ્રોટીન નષ્ટ થાય છે. પણ ધ્યાન રહે UV લાઈટથી ચામડીમાં રહેલ પ્રોટીન પણ નષ્ટ થાય છે, જેનાથી આગળ જતાં ચામડીનું કેન્સર પણ થઈ શકે છે. 

આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

  • વાયરસ તંદુરસ્ત ચામડીની અંદર નથી પ્રવેશી શક્તો.
  • વિનેગર ઉપયોગી નથી કારણકે તેનાથી ચરબીનું સ્તર તૂટતું નથી. 
  • સ્પિરિટ કે વોડકા પણ કામ નથી કરતું. સૌથી સ્ટ્રોન્ગ વોડકામાં 40% આલ્કોહોલ હોય છે, જ્યારે કે 65% આલ્કોહોલની જરૂર હોય છે.
  • લિસરિન ઉપયોગમાં આવી શકે કારણકે તેમાં 65% આલ્કોહોલ હોય છે. 
  • બંધિયાર જગ્યામાં વાયરસ વધારે હોઈ શકે, જ્યારે ખુલ્લામાં ઓછા. 
  • કોઈપણ વસ્તુને અડકતાં પહેલાં અને પછી હાથ ખાસ સાફ કરવા.
  • સતત હાથ ધોવાને કારણે ચામડી શુષ્ક બને છે, એટલે મોશ્ચ્યુરાઈઝરનો ઉપયોગ કરવો નહીં તો શુષ્ક ચામડીની તડમાં વાયરસ રહી શકે છે. 
  • નખ લાંબા ન રાખવા, જેથી વાયરસ એમાં ન છૂપાઈ શકે.
     
  • લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news