અમદાવાદની હોટલ ફર્નની આસપાસ રહેતા લોકોના પેટમાં રેડાયું તેલ અને જીવ ચોંટી ગયો તાળવે

કેટલાક દર્દીઓ દ્વારા હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા નહી જળવાતી હોવાની અને ભોજન મુદ્દે ફરિયાદો કરવામાં આવી રહી છે. તેવામાં કોર્પોરેશન દ્વારા આ પગલુ ઉઠાવાયું છે.

અમદાવાદની હોટલ ફર્નની આસપાસ રહેતા લોકોના પેટમાં રેડાયું તેલ અને જીવ ચોંટી ગયો તાળવે

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના સોલા બ્રિજ (Sola Bridge) પાસે આવેલી હોટલ Furnને પેમેન્ટ બેઝ્ડ કેર સેન્ટર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (Ahmedabad Municipal Corporation) મંજૂરી આપવામાં આવી છે. જોકે આ મંજૂરીને પગલે હોટેલની આસપાસ રહેતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં હોટેલની આસપાસમાં ઘણી સોસાયટીઓ આવેલી છે. ઘણા લોકો રહે છે. હોટેલ ફર્નમાં કોરોના કેર સેન્ટર તરીકે મંજૂરી આપવામાં આવતા અમને ખતરો ઉભો થયો છે. આથી અમારી માંગણી છે કે આ મંજૂરી પરત લેવામાં આવે.  આ મામલે વિરોધ કરવા આજે સોલા બ્રિજ પાસે આવેલી હોટલ ફર્ન પાસે આસપાસની સોસાયટીના લોકો એકઠા થયા હતા અને વિરોધ દર્શાવ્યો હતો.

એસજી હાઇવે પર આવેલી ધ ફર્ન નામની 5 સ્ટાર હોટલ ફર્નમાં પેઇડ કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં કોર્પોરેશન દ્વારા મેડિકલ અને ડોક્ટરની સુવિધા આપવામાં આવશે. જો કે રહેવા અને જમવાનો ખર્ચ દર્દીએ પોતે ચુકવવાનો રહેશે. જો કે આ રોગને અનુરૂપ ડાયેટ હોટલ અને કોર્પોરેશ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તે મેનુ અનુસાર ઓર્ડર કરી શકાશે. 

સામાન્ય ટેરિફ કરતા 35 ટકા ઓછુ ટેરિફ દર્દી માટે નક્કી કરવામાં આવ્યો છે. આ કેર સેન્ટરમાં તબીબી ખર્ચ કોર્પોરેશ દ્વારા ઉઠાવવામાં આવશે. તે સિવાયનો અન્ય તમામ ખર્ચ દર્દીએ પોતે ભોગવવાનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક દર્દીઓ દ્વારા હોસ્પિટલમાં પુરતી વ્યવસ્થા નહી જળવાતી હોવાની અને ભોજન મુદ્દે ફરિયાદો કરવામાં આવી રહી છે. તેવામાં કોર્પોરેશન દ્વારા આ પગલુ ઉઠાવાયું છે. 

શહેરની ત્રણ ખ્યાતનામ હોટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત હોટલમાં રહેલા દર્દીએ  પ્રતિ દિવસ 3 હજાર રૂપિયા ભાડુ ચુકવવું પડશે. આ ઉપરાંત હોટલમાં રહેલા દર્દીની સારવાર માટે રહેલા નર્સ અને ડોક્ટરને પણ હોટલમાં રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news