Russia Ukraine War: રાષ્ટ્રપતિ પુતિનની બન્ને પુત્રીઓ કોણ છે અને તેઓ શું કરે છે? કેમ અમેરિકા બનાવી રહ્યું છે નિશાન?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાજિમીર પુતિનને બે દીકરીઓ છે. જેમણા નામ કેટેરીના અને મારિયા છે. આ બન્ને પુત્રીઓ તેમની પહેલી પત્ની લ્યૂડમિલાની સંતાન છે. પુતિનની મોટી પુત્રીનું નામ મારિયા વ્લાદિમીરોવના વોરોત્સોવા છે, જ્યારે બીજી પુત્રીનું નામ કેટેરીના વ્લાદિમીરોવના તિખોનોવા છે.

Russia Ukraine War: રાષ્ટ્રપતિ પુતિનની બન્ને પુત્રીઓ કોણ છે અને તેઓ શું કરે છે? કેમ અમેરિકા બનાવી રહ્યું છે નિશાન?

નવી દિલ્હી: રશિયા અને યુક્રેનમાં આજે 43માં દિવસે પણ ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. દુનિયાના ઘણા દેશોએ પ્રતિબંધો લગાવ્યા બાદ પણ રશિયાના રાષ્ટ્રપતિ સતત યુક્રેનના અલગ અલગ શહેરોમાં જીવલેણ હુમલાઓ માટે આદેશ આપી રહ્યા છે. રશિયન સૈન્યના હુમલાથી યુક્રેનના ચારેબાજુ ખૌફનાક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એવામાં વ્લાદિમીર પુતિનની બે પુત્રીઓની ચર્ચા દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહી છે. અમેરિકા તરફથી પુતિનની બન્ને દીકરીઓ પર પ્રતિબંધ લગાવવાનો મુખ્ય હેતું રશિયન રાષ્ટ્રપતિને નિશાને બનાવવાનો બતાવવામાં આવી રહ્યો છે. અમેરિકાનો આરોપ છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પોતાની સંપત્તિ છૂપાવી રહ્યા છે અને તેમની પુત્રીઓ મોટી મદદ કરી રહી છે. વ્હાઈટ હાઉસનું માનવું છે કે રાષ્ટ્રપતિ પુતિનના પરિવારના સભ્યોના નામ પર પોતાની પ્રોપર્ટીને છૂપાવીને રાખી છે. આવો જાણીએ અને સમજવાની કોશિશ કરીએ કે પુતિનની પુત્રીઓ કોણ છે અને તે શું કરે છે, જેણે અમેરિકા ટાર્ગેટ કરી રહ્યું છે.

મારિયા અને કેટેરીના છે પુતિનની પુત્રી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાજિમીર પુતિનને બે દીકરીઓ છે. જેમણા નામ કેટેરીના અને મારિયા છે. આ બન્ને પુત્રીઓ તેમની પહેલી પત્ની લ્યૂડમિલાની સંતાન છે. પુતિનની મોટી પુત્રીનું નામ મારિયા વ્લાદિમીરોવના વોરોત્સોવા છે, જ્યારે બીજી પુત્રીનું નામ કેટેરીના વ્લાદિમીરોવના તિખોનોવા છે. જણાવવામાં આવી રહ્યું છે કે લ્યૂડમિલા સાથે પુતિને તલાક લીધા છે. બાદમાં પુતિનના લગ્નને લઈને કોઈ રિપોર્ટ સામે આવ્યો નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પુત્રીઓ વિશે અમેરિકાનું માનવું છે કે તેઓ પુતિનની પ્રોપર્ટી છૂપાવવામાં મદદ કરે છે. જોકે બન્નેમાંથી કોઈએ જાહેરમાં સ્પષ્ટતા કરી નથી કે રશિયન નેતા પુતિન તેમના પિતા છે. બન્ને દીકરીઓ પબ્લિક લાઈફમાં નજરે પડતી નથી.

શું કરે છે પુતિનની દીકરીઓ?
મીડિયા રિપોર્ટના મતે પુતિનની મોટી દીકરી ડો. મારિયા તાજેતરમાં રશિયન રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરે છે. જોકે સત્તાવાર રીતે મારિયા રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયમાં નેશનલ મેડિકલ રિસર્ચ સેન્ટર ફોર એન્ડોક્રોનોલોજી ડિપાર્ટમેન્ટમાં મુખ્ય રિસર્ચર છે. મારિયાએ સેન્ટ પીટર્સબર્ગ યુનિવર્સિટીમાં જીવ વિજ્ઞાન અને માસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી મેડિસીનનો અભ્યાસ કર્યો છે. તેઓ આનુવંશિક સંશોધન કાર્ય સાથે પણ સંકળાયેલી છે. જ્યારે, યુએસ પ્રતિબંધોની વિગતો અનુસાર, પુતિનની પુત્રી કેટરિના ટેક્નોલોજી એક્ઝિક્યુટિવ છે. તે પણ ક્રેમલિનમાં કામ કરે છે. કેટરિનાનું કામ રશિયન સરકાર અને તેના સંરક્ષણ ઉદ્યોગને ટેકો આપવાનું છે.

પુતિનની દીકરીઓએ કોની સાથે કર્યા છે લગ્ન અને કેટલી છે મિલકત?
ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, કેટરીનાએ પોતાને રાષ્ટ્રપતિ પુતિનના લાંબા સમયથી મિત્ર નિકોલાઈ શામલોવના પુત્ર કિરીલ શામલોવની પત્ની ગણાવી હતી. શામાલોવ રશિયન બેંકમાં શેરહોલ્ડર છે, જેને યુએસ અધિકારીઓએ રશિયન એલિટ ક્લાસના પર્સનલ બેંકના રૂપમાં ગણાવ્યું છે. નાણાકીય વિશ્લેષકો દ્વારા આપવામાં આવેલા અંદાજ મુજબ, પતિ અને પત્ની તરીકે, કિરીલ અને કેટેરીના પાસે લગભગ $2 બિલિયન ડોલરનું કોર્પોરેટ હોલ્ડિંગ હતું. રશિયન અને પશ્ચિમી મીડિયાના અહેવાલો અનુસાર, મારિયાએ ડચ બિઝનેસમેન જોરીટ જોસ્ટ ફાસેન સાથે લગ્ન કર્યા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે તેના પતિ ગેઝપ્રોમ્બેન્ક માટે કામ કરે છે. રશિયન અધિકારીઓએ યુએસના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે "પુતિનની સંપત્તિ વિશે વાહિયાત દાવા કરવામાં આવી રહ્યા છે".

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news