રાજ્યના ચારેય મહાનગરોમાં 3 મે સુધી દુકાનો-વ્યવસાયો સંપૂર્ણ બંધ રહેશેઃ અશ્વિની કુમાર

લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે. 
 

રાજ્યના ચારેય મહાનગરોમાં 3 મે સુધી દુકાનો-વ્યવસાયો સંપૂર્ણ બંધ રહેશેઃ અશ્વિની કુમાર

ગાંધીનગરઃ ગૃહમંત્રાલયે દુકાનો ખોલવા બાબતે આપેલી રાહત બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં તમામ દુકાનો 3 મે સુધી બંધ રહેશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, પ્રવર્તમાન કોરોના વાયરસના વધતા સંદર્ભમાં આ મહાનગરોના મ્યુનિસીપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે આ ચારેય મહાનગરોમાં સમગ્રતયા તા.૩ જી મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા દેવાશે નહી અને બંધ રાખવામાં આવશે. 

જીવન જરૂરીયાતોની વસ્તુ મળતે રહેશે
લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે. 
રાજ્યમાં અન્ય જે વિસ્તારો-જીલ્લાઓમાં રવિવાર તા. ર૬ એપ્રિલથી ધંધા વ્યવસાયો  શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે, તેમાં પણ મોલ, માર્કેટ કોમ્પ્લેક્ષ, હેર કટીંગ સલૂન, બ્યૂટીપાલર્ર, પાન-ગુટકા-બીડી-સીગરેટનું વેચાણ કરતી દુકાનો, હોટલ રેસ્ટોરન્ટ ચાલુ કરી શકાશે નહીં. ટેક્ષી સેવાઓ, રિક્ષા સેવા, ઉબેર કે અન્ય બસ સેવાઓ પણ રાજ્યમાં શરૂ થશે નહી.

ગુજરાતના 30 જિલ્લામાં પહોંચ્યા કોરોના, લોકડાઉન થતા મળ્યો ફાયદો

આ સાથે અશ્વિની કુમારે જણાવ્યું કે, અત્યાર સુધી 10 લાખ પરિવારોએ અનાજનો જથ્થો લીધો છે. તો ગઈકાલથી 66 લાખ પરિવારોને ઘઉં અને ચોખા આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ જશણીની ખરીદી શરૂ થઈ ગઈ છે. સાડા ત્રણ લાખ ક્વીન્ટલ ઘઉંની ખરીદી થઈ છે. તેમણે કહ્યું કે, શાકભાજી અને દૂધ તથા ફળના જથ્થાની સારી આવક છે. 

આ સાથે તેમણે જણાવ્યું કે, સરકારે ખાનગી અને સરકારી બાંધકામને શરૂ કરવાની મંજૂરી આપી છે તેમાં તે શરત રાખવામાં આવી કે તમામ મજૂરો સાઇટ પર રહે. 108 ખાનગી સાઇટને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 73 પર કામ શરૂ થઈ ગયું છે. સાડા સાત હજાર જેટલા કામદારો કામે લાગી ગયા છે. આ સાથે તેમણે કહ્યું કે, જો દુકાનનો સમય નક્કી કરવામાં આવે તો ભીડ વધવાની શક્યતા છે. અશ્વિની કુમારે કહ્યું કે, હું એક જવાબદાર અધિકારી તરીકે વિનંદી કરુ છું કે, જો જરૂરી ન હોય તો બહાર નિકળવાનું ટાળો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news