Rain: આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં પડશે વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં વરસાદ પડી શકે છે. 

Rain: આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં પડશે વરસાદ

ગાંધીનગરઃ રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં આણંદ, વડોદરા, ભરૂચ, છોડાઉદેપુર, રાજકોટ અને જામનગરમાં વરસાદ પડી શકે છે. આ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે. 

આગામી ત્રણ કલાકની આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજકોટ, જામનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુરમાં આગામી ત્રણ કલાક માટે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મહિસાગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં આગામી ત્રણ કલાક હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

તો દાહોદ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવ માટે આગામી ત્રણ કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. 

વરસાદ અંગે અંબાલાલનું અનુમાન
ગુજરાત વિશે આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં હાલ એક-બે નહિ, પરંતુ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. તો સાથે જ સમુદ્રના કાંઠે તાપમાન ઉંચુ રહેવાને કારણે વાતાવરણમાં મોટી હલચલ થઈ રહી છે. તેની અસરના ભાગરૂપે ગુજરાતમાં 10 થી12 જુલાઈની વચ્ચે દરિયામાં ભારે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 10 થી 12 જુલાઈમાં વાતાવરણ વિશિષ્ટ રહેશે.

રાજ્યના અનેક ડેમો ભરાયા
રાજ્યમાં સતત પડી રહેલાં વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે. પરંતું મુશળધાર વરસાદથી ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. સરવાળે સ્થિતિ એવી છે કે, ગુજરાતના 30 ડેમ હાઈ એલર્ટ પર, 12 ડેમ એલર્ટ પર છે. ભારે વરસાદ બાદ જળાશયોમાં પાણી વધ્યુ છે. 207 જળાશયોમાં સરેરાશ જળસંગ્રહ વધીને હવે 46.56 ટકા થયું છે. 22 જળાશય હાલ છલોછલ સ્થિતિમાં છે. 

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું વિધિવત આગમન થયું છે. જેથી ગુજરાતમાં હવે આગામી ઉનાળામાં પાણીનું સંકટ નહિ આવે તેવુ લાગી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પણ 57.52 ટકા ભરાઈ ગયો છે. છેલ્લા બે સપ્તાહમાં 33.49 ટકા જળસંગ્રહ વધ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news