અશોક ગેહલોતે કહ્યું; કોણ છે નરેશ પટેલ? શું હવે પાટીદારો ચૂંટણીમાં આપશે જવાબ?

Gujarat Election 2022: વડોદરામાં પ્રચાર પ્રસારમાં જોશમાં આવીને રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે પાટીદારોના પ્રતિષ્ઠિત નેતા વિશે કંઈક એવું બોલી ગયા કે મચ્યો ખળભળાટ. 

અશોક ગેહલોતે કહ્યું; કોણ છે નરેશ પટેલ? શું હવે પાટીદારો ચૂંટણીમાં આપશે જવાબ?

રવિ અગ્રવાલ/વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અને ગુજરાતનાં મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત વડોદરામાં પહોંચ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને વડોદરામાં અશોક ગેહલોતે એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી છે. પ્રેસ કોન્ફરન્સમાં અશોક ગેહલોત સાથે પ્રભારી રઘુ શર્મા અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા ઉપસ્થિત રહ્યા. 

વડોદરામાં અશોક ગેહલોતે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ક્યારે પણ ચૂંટણીની જાહેરાત થઈ શકશે. હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી રોકી રાખવામાં આવી છે. ચૂંટણી પંચ જાણી જોઈને ચૂંટણી હજી જાહેર કરતી નથી. ચૂંટણી પંચે નવી પરંપરા શરૂ કરી છે. ગુજરાતમાં 27 વર્ષનું કુશાસન રહ્યું છે. મંત્રીમંડળ બદલી નાખવામાં આવ્યું છે. કોરોનામાં ગુજરાતની નામોશી થઈ છે. ઇન્જેક્શન ભાજપ કાર્યાલયથી વેંચવામાં આવતા હતા.

અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એન્ટી ઇન્કંબંસી ભયંકર ચાલી રહી છે. ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ જઈ રહી છે. પરંતુ આજે હું તમને કહું છું કે કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવશે અને ભાજપમાં કુ શાસનનો અંત લાવશે. 27 વર્ષ ભાજપનું શાસન જોયું હવે કોંગ્રેસનો વારો છે. તેમણે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સંવિધાનની ધજીયા ઉડાવી રહ્યા છે, લોકશાહી ખતરામાં છે. પત્રકાર કોઈ સરકાર વિરૂદ્ધ લખે તો જેલમાં નાખે છે. આવી હાલતમાં અમે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ બદલાની ભાવના રાખતી નથી. જ્યારે ભાજપે મીડિયાને ધમકાવી પોતાના વશમાં કર્યું છે.

અશોક ગેહલોતે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી કહે છે, નફરત છોડો, પ્યાર મહોબ્બતથી લોકોએ રહેવું જોઈએ. બેરોજગારી અને મોંઘવારી દેશમાં ખૂબ વધી ગઈ છે. ગુજરાતમાં પહેલીથી ઉદ્યોગો હતા, પરંતુ કર્મચારીઓ ગુજરાત સરકારમાં પીડિત છે. ગુજરાતમાં જૂની પેન્શન યોજના કોંગ્રેસ સરકારમાં આવશે તો લાગુ કરશે. નરેન્દ્ર મોદીને હું વિનંતી કરું છું કે આખા દેશમાં 10 લાખનો આરોગ્ય વિમાની યોજના લાગુ કરો. વિશ્વમાં અનેક દેશોમાં આરોગ્યની આવી યોજનાઓ છે.

અશોક ગેહલોતે જણાવ્યું કે, કોંગ્રેસે જે 11 વચનો આપ્યા તે સરકાર બનતાની સાથે જ લાગુ કરીશું. નરેન્દ્ર મોદીએ અનેક વાયદાઓ કર્યા પણ પૂરા કર્યા નથી. આદર્શ ગામડા, સ્માર્ટ સિટીની વાતો આજે થતી નથી. ભાજપની કથની અને કરણીમાં ફરક છે. પીએમ મોદી કેમ નથી કહેતા કે દેશમાંથી તણાવ દૂર કરો?

અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, 2005ની ભીલવાડાની જે ઘટના છે તે હમણાંની નથી. ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પિકચરમાં નથી. અરવિંદ કેજરીવાલ પીએમ નરેન્દ્ર મોદીના મિત્ર જ છે. પીએમ મોદીના સ્ટાઇલમાં જ અરવિંદ કેજરીવાલ બોલે છે. અરવિંદ કેજરીવાલમાં કોઈ દમ નથી. અરવિંદ કેજરીવાલે ગાંધીજીને હટાવી દીધા. પંજાબમાંથી ગાંધીજીને હટાવી ભગતસિંહની ફોટો લગાવ્યો. અરવિંદ કેજરીવાલને અહીંયાની ધરતી પરથી મત માંગવાનો અધિકાર નથી. ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલને ભગાડે.

અશોક ગેહલોતે જણાવ્યું કે, અમિત શાહએ 150 બેઠકોની વાત કરી હતી, 99 બેઠકો જ આવી. વિકાસ ગાંડો થયો છે જે હાલમાં પણ ગાંડો છે. પીએમ મોદીના સતત ગુજરાત પ્રવાસ પર અશોક ગેહલોતએ નિશાન સાધતાં જણાવ્યું કે, ગુજરાતમાં PMOની ઑફિસ ખોલી દો. ભાજપ દેશમાં અહંકાર ઘમંડમાં ચાલી રહી છે. દેશમાં મુદ્દાઓ પર રાજનીતિ થઈ રહી નથી. બેરોજગારી, મોંઘવારી પર ચર્ચા થવી જોઈએ. ભગવાનના નામ લઈને નવી ચર્ચા શરૂ કરી રહ્યા છે. કેજરીવાલ ભાજપની જેમ ચાલે છે. કેજરીવાલ ભાજપની જેમ વાત કરે છે. ગુજરાતમાં ભાજપના વિરૂદ્ધ હવા બની ગઈ છે.

અશોક ગેહલોતે પાટીદાર નેતા નરેશ પટેલ વિશે વાતચીત કરતા જણાવ્યું હતું કે, નરેશ પટેલ કોણ? અશોક ગેહલોતે સવાલ પૂછ્યો હતો. પાટીદાર નેતા નરેશ પટેલ મામલે અશોક ગેહલોતએ નરેશ પટેલ કોણ? એવો સવાલ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news