રૂપાણીના ગઢમાં CM ભુપેન્દ્ર પટેલનો આજે ભવ્ય રોડ શો, આખુ રાજકોટ જોતુ રહી જશે
રાજકોટ (Rajkot) માં આજે હાઈ વોલ્ટેજ પોલિટિક શો (gujarat politics) જોવા મળશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના ગઢમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો ભવ્ય રોડ શો યોજાનાર છે. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (gujarat cm) ની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. 3.5 કિલોમીટરનો ભાજપ (BJP) નો આ રોડ શો શક્તિ પ્રદર્શનની જેમ બની રહેશે, જેને આખુ રાજકોટ જોતુ રહી જશે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટ (Rajkot) માં આજે હાઈ વોલ્ટેજ પોલિટિક શો (gujarat politics) જોવા મળશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના ગઢમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો ભવ્ય રોડ શો યોજાનાર છે. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (gujarat cm) ની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. 3.5 કિલોમીટરનો ભાજપ (BJP) નો આ રોડ શો શક્તિ પ્રદર્શનની જેમ બની રહેશે, જેને આખુ રાજકોટ જોતુ રહી જશે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રોડ શો ક્યાંથી ક્યા સુધી
રાજકોટ એરપોર્ટથી ડીએચ કોલેજ સુધી ભવ્ય રોડ શો યોજાશે. સવારે 10 વાગ્યે સીએમ ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) આવી પહોંચશે. તેના બાદ પાંચ પ્રધાનો સાથે રોડ શોનો પ્રારંભ કરાશે. રોડ શોના રૂટ પર અનેક સ્થળોએ ભુપેન્દ્ર પટેલનુ સ્વાગત કરાશે. સાથે જ મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લાની સમરસ થયેલ 130 ગ્રામ પંચાયતના સરપંચ, તથા 5 વર્ષથી સમરસ થતી ગ્રામ પંચાયતોના સરપંચોનુ બહુમાન કરાશે. આ ઉપરાંત રાજકોટવાસીઓ માટે આજે અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે.
આ પણ વાંચો : હવે થિયેટરમાં ચાલશે તમારી મરજી, ઘરમાં બનેલા પોપકોર્ન લઈને જશો તો પણ કોઈ નહિ રોકે, આવ્યો નવો નિયમ
રોડ શો દરમિયાન આ રસ્તાઓ રહેશે બંધ
મુખ્યમંત્રીના રોડ શોને લઇને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામુ આજે સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી લાગુ રહેશે. શહેરના હાર્દ સમા રેસકોર્સથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરાવાશે. તેમજ રોડ શોના રૂટમાં આવતા તમામ રસ્તાઓને નો પાર્કિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે આજે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યાનો સમય રાજકોટવાસીઓ માટે આકરો બની રહેશે. તેઓને ટ્રાફિક જામનો સામનો કરવો પડી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે