કરીના કપૂર ખાન બીજીવાર પ્રેગનન્ટ? આવી ચર્ચા ચાલી છે કારણ કે...

કરીના કપૂર ખાને 2016માં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. આજે તૈમુરની ગણતરી સૌથી લોકપ્રિય સ્ટારકિડમાં થાય છે. 

Punita Vaidya Punita Vaidya | Updated: May 16, 2019, 04:14 PM IST
કરીના કપૂર ખાન બીજીવાર પ્રેગનન્ટ? આવી ચર્ચા ચાલી છે કારણ કે...

મુંબઈ : કરીના કપૂર અને સૈફ અલી ખાન તાજેતરમાં જ મુંબઈના એક ક્લિનિક બહાર દેખાયા હતા. સૈફીનાની આ મુલાકાત પછી કરીના ફરી પ્રેગનન્ટ હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ મુલાકાત વખતે સૈફ ટીશર્ટ અને જિન્સના કેઝ્યુઅલ લૂકમાં દેખાયો હતો જ્યારે કરીનાએ ઓફ શોલ્ડર ડ્રેસ અને શ્રગ પહેરવાનું પસંદ કર્યું હતું. 

ક્લિનિકમાંથી બહાર નીકળતી વખતે બંને કેમેરામાં ઝડપાઈ ગયા હતા અને બંને સિરિયસ દેખાઈ રહ્યા હતા અને તેમણે મીડિયાને પોઝ આપવાનું પણ ટાળ્યું હતું. ક્લિનિકથી બહાર નીકળીને કરીના સીધી પોતાની કારમાં બેસી ગઈ હતી. જો કે બંને ક્લિનિક કેમ ગયા હતા તેનો ખુલાસો હજુ સુધી નથી થયો. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#kareenakapoorkhan & #saifalikhan snapped at clinic

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ એક્ટર પોતાને ગણાવે છે ગરીબોનો હૃતિક, કોણ? જાણવા કરો ક્લિક...

કરીના આજકાલ પોતાની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કરીના સાથે અક્ષય કુમાર લીડ રોલમાં છે. માતા બન્યા પછી આ કરીનાની બીજી ફિલ્મ છે. આ પહેલા તે વીરે દી વેડિંગમાં દેખાઈ હતી. આ ઉપરાંત કરીના પાસે અંગ્રેજી મીડિયમ પણ છે. આ ફિલ્મમાં કરીના ઈરફાન ખાન સાથે દેખાશે. આ ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલ છે. સૈફ આજકાલ નેટફ્લિક્સની વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સના શૂટિંગમાં વ્યસ્ત છે.

કરીના કપૂર ખાને 2016માં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. આજે તૈમુરની ગણતરી સૌથી લોકપ્રિય સ્ટારકિડમાં થાય છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...